Shocking Video: શ્રદ્ધા વાલ્કર હત્યા કેસે દેશભરમાં સનસનટી મચાવી દીધી છે. શ્ર્દ્ધાના હત્યારા આફતાબ પર લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. આફતાબે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, તેણે શ્રદ્ધાના એક બે નહીં પણ 35 ટુકડા કર્યા હતાં. જેને તેણે દિલ્હીની આસપાસ આવેલા જંગલમાં જુદી જુદી ઠેકાણે ફેંકી દિધા હતાં. આ ઘટનાના પડઘા હજી સમ્યા નથી ત્યાં એક નફરત ફેલાવતો વીડિયો સામે આવ્યો છે.
વીડિયોમાં દેખાઈ રહેલો વ્યક્તિ પોતાને બુલંદશહેરનો હોવાનું જણાવી રહ્યો છે. જેમાં તે ભારોભાર નફરત ફેલાવી રહ્યો છે. જોકે અમે આ વીડિયોની પુષ્ટી નથી કરતા.
વીડિયોમાં ઝેર ઓકતો નવયુવાન
વીડિયોમાં નજરે પડી રહેલો વ્યક્તિ પોતે બુલંદશહરનો હોવાનું જણાવી રહ્યો છે. આ વીડિયો સાથેની વાતચીતમાં તે પોતાનું નામ રાશિદ ખાન જણાવી રહ્યો છે. તે જાહેરમાં નિર્લજ્જ પણે કહી રહ્યો છે કે, જ્યારે કોઈ માણસ ગુસ્સે થાય ત્યારે તે 35 તો શું 36-37 ટુકડા પણ કરી નાખે છે. ઘમંડ સાથે તે એમ પણ કહે છે કે, આમાં (કોઈના ટુકડા કરવામાં) કોઈ મોટી વાત નથી. હાથમાં છરી ઉઠાવો અને કાપતા જાઓ. આ વીડિયો પરથી જણાઈ આવે છે કે, આ પ્રકારની ઘૃણાસ્પદ ઘટનાને પણ સમર્થન આપનારા લોકો હોય છે જેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ.
આફતાબ-શ્રદ્ધા કેસમાં કેટલે પહોંચ્યો?
શ્રદ્ધા હત્યા કેસને લઈને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે અને કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી રહી છે. જો કે હાલ માટે અરજી ફગાવી દેતા હાઈકોર્ટે કહ્યું હતું કે, હાલ માત્ર દિલ્હી પોલીસ તપાસ કરશે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી પોલીસ વતી આ કેસમાં પુરાવા અને સાક્ષીઓની તપાસ માટે વહીવટી, સ્ટાફ અને પૂરતા ટેકનિકલ અને વૈજ્ઞાનિક સાધનોનો અભાવ છે. વળી, આ મામલો 6 મહિના જૂનો છે, તેથી તેની તપાસ સીબીઆઈને સોંપવી જોઈએ.
SSP બુલંદશહેરને યુવક વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ
આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ બુલંદશહેર પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી છે. જો કે, અહેવાલ લખાય છે ત્યાં સુધી આ વ્યક્તિ વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહીની થઈ નથી.