IND vs NZ 3rd T20I: સંજુ સેમસનની ન્યુઝીલેન્ડ પ્રવાસમાં પસંદગી જરૂર કરવામાં આવી છે પણ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટી20 શ્રેણીની ત્રીજી અને ફાઈનલ મેચમાં પણ સ્ટાર બેટ્સમેન સંજુ સેમસનને બહાર બેસાડવામાં આવતા સૌકોઈને આશ્ચર્ય થયું છે. આજે ચાહકોને આશા હતી કે, આ મેચમાં સંજુને શામેલ કરવામાં આવશે પણ તેને બહાર બેસાડવામાં આવતા લોકો બરાબરના ભડક્યા છે.
સંજુ સેમસનના સ્થાને ફરી એકવાર ઋષભ પંતને મોકો આપવામાં આવ્યો છે. તેને પ્લેઈંગ ઈલેવનમાંથી ફરી એકવાર બહાર રાખવામાં આવ્યો હતો. આજે સંજુને પસંદ કરવામાં આવશે તેવી પ્રબળ શક્યતા હતી.
ભારતીય ટીમ આજે ન્યુઝીલેન્ડ સામે ત્રીજી T20 મેચ રમી રહી છે. આ મેચમાં ફરી એકવાર સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કરવામાં આવ્યો નહતો. પ્લેઈંગ ઈલેવનમાંથી સંજુની સતત બાકાત ચાહકોને પસંદ નથી આવી રહી. આ પહેલા બીજી ટી20 મેચમાં પણ સંજુ બેન્ચને ગરમ કરતો જોવા મળ્યો હતો, હવે ફરી એકવાર તેને ત્રીજી મેચની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી.
પંત સતત ફ્લોપ છતાંયે તક
આ પહેલા બીજી મેચમાં ઋષભ પંત બેટિંગમાં સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો. તેણે 13 બોલમાં 46.15ની સ્ટ્રાઈક રેટથી માત્ર 6 રન બનાવ્યા હતાં. પંતની આ ઇનિંગમાં માત્ર એક જ ચોગ્ગો સામેલ હતો. હવે પંત પર આ મેચમાં સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. બીજી મેચમાં સારું પ્રદર્શન ન કરવા બદલ લોકોએ પંતને ઉગ્ર રીતે ટ્રોલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સંજુ સેમસને 2015માં T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ડેબ્યૂ કર્યા બાદ માત્ર 16 T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. સંજુ બાદ ટીમમાં આવેલા ઘણા વિકેટકીપર બેટ્સમેનો તેના કરતા વધુ મેચ રમ્યા છે. 2021માં ડેબ્યૂ કરનાર ઈશાન કિશને પણ ટીમ ઈન્ડિયા માટે T20 ઈન્ટરનેશનલમાં કુલ 20 મેચ રમી છે. જ્યારે સંજુના ભગે બેંચ પર બેસવાનો જ વારો આવ્યો છે.
લોકોના રિએક્શન્સ