સુરતઃ પાંડેસરા વિસ્તારમાં થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે હત્યારા રમેશ તિવારીની ધરપકડ કરી છે. 100 રૂપિયા માટે યુવકની હત્યા થઈ હતી. ધોબી સુનિલ કનોજીયાની હત્યા થઈ હતી. નવા બનેના મિત્ર રમેશ તિવારીએ હત્યા કરી હતી. હત્યારો બેકાર હતો. હત્યારાએ મૃતક પાસે 100 રૂપિયા ઉધારીમાં માંગ્યા હતા. જે મૃતકે નહીં આપતા બબાલ થઈ હતી અને બબાલ હત્યામાં પરિણમી હતી.

આ  અંગેની વધુ વિગતો એવી છે કેસ ગત 13મી ડિસેમ્બરે સાંજે પાંડેસરા પ્રભુનગરની સામે કૈલાશ ચોકડથી ગાંધી કુટીર જતાં જાહેર રોડના ફૂટપાથ પર અથવા અન્ય કોઈ જગ્યાએ યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા પેટ, છાતી અને ગળાના ભાગે મારીને હત્યા કરી નાંખી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલીને આરોપીને જેલ હવાલે કરી દીધો છે.


Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....


વડોદરાઃ કરજણના મેથી ગામમાં મહિલા સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના મામલે કરજણની સેશન્સ કોર્ટે આરોપી ભરમલ ઉર્ફે ચૌહાણ રમણ વસાવાને જીવનના અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. આરોપીએ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. બાદમાં હત્યા કરી ડેડબોડી સાથે ફરીવાર દુષ્કર્મ આચર્યું હતું. 


મહિલા ગામની સીમમાં બકરા ચરાવવા માટે નીકળી હતી તે સમયે આરોપીએ દુષ્કર્મ ગુજાર્યો હતો. મહિલાનું મોઢું વજનદાર પથ્થરથી છૂંદી પણ નાખ્યું હતું. આરોપીએ જધન્ય અપરાધ કરી હેવાનિયતની હદ વટાવી હોવાનું કોર્ટે ટાંક્યું છે. 


આ અંગેની વિગતો એવી છે કે, ત્રણ વર્ષ પહેલા કરજણના મેથી ગામમાં 40 વર્ષીય મહિલાને ખેતરમાં બળજબરીપૂર્વક લઇ જઇ ગળે ટૂંપો દઇને બે વાર દુષ્કર્મ  ગુજાર્યો હતો. તેમજ આ પછી  મોંઢા પર મોટો પથ્થર મારી હત્યા કરનારા આરોપીને કોર્ટે આજીવન સખત કેદની સજા ફટકારી હતી.


40 વર્ષીય મહિલા ગામની સીમમાં બળિયાદેવના મંદિર પાસે ગોચર જમીનમાં બકરાં ચરાવવા ગઇ હતી. અહીં એકલતાનો લાભ ઉઠાવી ભારમલ ઉર્ફે ચૌહાણ રમણ વસાવા તેની પાસે પહોંચ્યો હતો. દુષ્કર્મ કરવાના ઇરાદે ઝપાઝપી કરી બળજબરી કરી ગળે ટૂંપો દઇને ઊંચકીને કપાસના ખેતરમાં લઇ ગયો હતો. 


અહીં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ ભારમલે મહિલાને ઊંચકીને બાજુના અન્ય ખેતરમાં લઇ જઇ તેની સાથે ફરી દુષ્કર્મ કરી મહિલાના મોંઢાના ભાગે મોટો પથ્થર મારીને હત્યા કરી હતી. આ પછી લાશને ઊંચકીને પાસેના ખેતરમાં લઇ જઇ ઝાડ નીચે સંતાડી દીધી હતી. આ બનાવમાં પોલીસે ભારમલની ધરપકડ કરી હતી. અદાલતી કાર્યવાહી બાદ અદાલતે ભારમલને તકસીરવાન ઠેરવીને આજીવન સખત કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.


Surendranagar : રાજકોટ હાઈવે પર પડેલા પથ્થર કારનો થયો અકસ્માત, એકનું મોત, બે ઘાયલ


સુરેન્દ્રનગરઃ લીંબડી રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો છે. લીંબડી વિશ્રામ ગૃહ નજીક અકસ્માત સર્જાયો હતો. હાઇવે ઉપરના કામને લીધે રસ્તા પર પડેલા પથ્થર સાથે કાર  અથડાતા અકસ્માત સર્જાયો હતો. એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અન્ય બે વ્યક્તિઓ સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટના પરીવારને અકસ્માત નડ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 


છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશના કુક્ષી થી 14 શ્રમિકને લઇને સુરત જતી ક્રુઝરનો ગંભીર અકસ્માત થયો છે. નસવાડી તાલુકાના પલાસની ગામ પાસે વળાંક પર કાબુ ગુમાવતા ગાડી બ્રિજની નીચે પડી હતી. જીપમાં સવાર 15 માંથી 4 વ્યક્તિઓને ગંભીર ઇજા થઈ છે. ચારે વ્યક્તિઓને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં સારવાર અર્થે ખસેડાયા છે.