Surat Crime News: સુરતના પાંડેસરમાં દિયરે ભાભીનો બીભત્સ વીડિયો વાયરલ કર્યો હતો. દિયર તેની ભાભી સાથે વીડિયો કોલ પર વાત કરતો હતો આ દરમિયાન સ્ક્રીન શોટ લઇને ભાભીના ભાઈને મોકલ્યો હતો. જે બાદ સગાભાઈએ બહેનનો વીડિયો સંબંધીઓને વાયરલ કર્યો હતો. જેને લઈ બહેને ભાઈ, દિયર વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી દિયર ધરપકડ કરી હતી, જ્યારે ફરિયાદી મહિલાના ભાઈને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી.
આવો જ બીજો એક બનાવ શહેરના પાંડેસરામાં જ સામે આવ્યો હતો. પાંડેસરાની યુવતીને લગ્નની લાલચ આપી યુવકે પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધી તરછોડી દીધી હતી. ઉપરથી તેનો અશ્લીલ વીડિયો બનાવી સોશ્યિલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપી હતી. પાંડેસરા પોલીસે યુવતીની ફરિયાદ આધારે રાહુલ રાજેશ ગુપ્તા (25) (રહે.શિવમનગર, પાંડેસરા, મૂળ રહે, બિહાર) સામે બળાત્કાર, ધમકી અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે રાહુલ ગુપ્તાને દબોચી લીધો હતો.
પાંડેસરના શિવમનગરમાં રહેતા રાહુલ ગુપ્તા વર્ષ 2019માં પાંડેસરા વિસ્તારમાં રહેવા આવ્યો હતો. તેણે પાંડેસરા વિસ્તારમાં રહેતી યુવતિને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યાર બાદ અવાર નવાર યુવતિના ઘરે જઈ તેની સાતે શારીરિક સંબંધ બાંધ્યા હતા. રાહુલે યુવતિ સાથેના અશ્લીલ વીડિયો ઉથારી લીધા હતા. યુવતિએ લગ્ન કરવાનું કહેતા અપશબ્દો બોલી લગ્ન કરવાની ના પાડી હતી અને વીજિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જે બાદ યુવતિને તે યુપીને ગોરખપુર લઈ ગયો હતો અને ટ્રેનમાંથી ધક્કો મારતાં પ્લેટફોર્મ પર પડતાં ઈજા થઈ હતી. ત્યાંથી આરોપી બિહાર ભાગી ગયો હતો અને સોશિયલ મીડિયા પર યુવતિનો વીડિયો વાયરલ કરી બદનામ કરી હતી. આ મામલે યુવતિએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આરોપીને પકડવા પોલીસની ટીમ બિહાર પહોંચી અને પોલીસને જાણવા મળ્યું કે આરોપી વતનથી ભાગી સુરત આવી રહ્યો છે. આ માહિતી બાદ વોચ ગોઠવી આરોપી રાહુલ ગુપ્તાને ખટોદરા ઝોન ઓફિસ પાસેથી ઝડપી લીધો હતો.
આ પણ વાંચોઃ
હાર્ટએટેકને લઈ NCRBના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, દેશમાં મૃતકોની સંખ્યામાં 12 ટકાનો વધારો