સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડીને દુષ્કર્મ કરનાર વિધર્મી યુવકને પોલીસે જેલ હવાલે કરી દીધો છે. લગ્ન કરવાની લાલચ આપી પડોશી યુવક કિશોરીને ભગાડી ગયો હતો. કિશોરીના પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતા વિધર્મી યુવક કિશોરીને લઇ ગયો હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું.
યુવકે કિશોરીને સીતાનગર પાસે રૂમમાં રાખી શરીર સબંધ બાંધ્યો હતો. બીજા દિવસે યુવક ઘરે આવતા વરાછા પોલીસ ઊંચકી લીધો હતો. પોલીસે પૂછપરછ કરતા સમગ્ર કબૂલાત કરી હતી. પોલીસે યુવકની ધરપકડ કરી તેની સામે બળાત્કાર સાથે ઍટ્રોસિટી ઍક્ટની કલમો સાથે ગુનો દાખલ કર્યો.
Surat : લૂંટેરી દુલ્હન ઝડપાઈ
સુરતઃ વરાછા પોલીસે એક યુવતીની ધરપકડ કરી છે. ભોળી ભાળી દેખાતી આ સ્વાતી નામની યુવતીની કરતૂત જાણીને આપ દંગ રહી જશો. વાત એવી છે કે, સ્વાતીએ વરાછાના એક યુવકના તે સંપર્કમાં આવી હતી અને તેની સાથે તેણે લગ્ન પણ કર્યા હતા. જોકે, લગ્નના બે દિવસ પછી દુલ્હન બનેલી સ્વાતી યુવક તરફથી મળેલા રૂપિયા અને સોનાના ઘરેણા લઈને રફ્ફુ ચક્કર થઈ ગઈ હતી. યુવકને અંતે છેતરાયો હોવાનું જણાતા તેણે વરાછા પોલીસ સ્ટેશનમાં લૂંટેરી દુલ્હન સામે ફરિયાદ નોંધાવી હતી. જેને પોલીસે પકડી પાડી છે.
સુરતના વરાછા વિસ્તારમાં લગ્નના બે જ દિવસમાં સોનાના ઘરેણા તથા રોકડા રૂપિયા લઇ રફુચક્કર થઈ જનારી લુટેરી દુલ્હનને વરાછા પોલીસે ઝડપી પાડી હતી. લુટેરી દુલ્હન એ અગાઉ પણ આવા ગુન્હા આચર્યાની કબુલાત કરી છે. પોલીસે લુટેરી દુલ્હનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ તેના ચાર સાગરીતો ઝડપાઈ ચૂક્યા છે. જોકે, આ યુવતી ફરાર હતી, જેને પકડવામાં પોલીસને સફળતા મળી છે.
વરાછા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના સંપર્કમાં એક યુવતી આવી હતી. યુવતીએ લગ્નની લાલચ આપી હતી. આ પછી બંનેએ લગ્ન પણ કરી લીધી હતા. લગ્નમાં યુવતીને યુવકે સોનાના ઘરેણા અને રોકડ રૂપિયા આપ્યા હતા. એ બને મળી કુલ 1,96,400 જેટલી રકમ મેળવી સ્વાતિ હીવરાળે નામની યુવતી રફુચક્કર થઇ ગઇ હતી. આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા વરાછા પોલીસે બાતમી ના આધારે. લુટેરી દુલ્હનને ઝડપી પાડી હતી. લુટેરી દુલ્હન ની પૂછપરછ કરતા કચ્છના ગાંધીધામ ખાતે આવેલા રાપર પોલીસ સ્ટેશનનો પણ એક ગુનોનો ભેદ ઉકેલાયો હતો. આ સ્વાતિએ ત્યાં પણ લગ્નની લાલચ આપી એક યુવક પાસેથી 1,80,000 મેળવી રોકડ રૂપિયા લઈ ફરાર થઈ ગઈ હતી . આ લુટેરી દુલ્હન સામે વરાછા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.