CRIME NEWS: પાલનપુરના જામપુરા ખાતે હુમલાની ઘટના સામે આવી છે. ખુલ્લી તલવાર વડે મહિલા અને યુવક પર હુમલાનો કરવામાં આવ્યો છે. નજીવી તકરાર બાબતે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પુત્રને છોડાવવા જતા માતા ઈજાગ્રસ્ત થઈ તે સમગ્ર ઘટનાનો વીડિયો પણ હાલમાં સામે આવ્યો છે. હાલમાં ઘાયલ માતા અને પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. પાલનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના યુવકે બળાત્કાર ગુજાર્યો
અમદાવાદના યુવકે હૈદરાબાદની યુવતીને હોટલમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. સાયબરાબાદથી ઝીરો નંબરના આધારે ફરિયાદ સરખેજમાં નોંધવામાં આવી હતી.
મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં રહેતો આમીર શેખ નામનો યુવક મેટ્રોમોનિયલ સાઇટ મારફતે હૈદરાબાદમાં રહેતી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુવતી હૈદરાબાદની એક કંપનીમાં નોકરી કરે છે. બાદમાં બંન્નેના પરિવારજનોની સંમતિ બાદ બંન્નેની સગાઇ કરવામાં આવી હતી. બે દિવસ અગાઉ આઇઆઇએમમાં એક સેમિનારમાં ભાગ લેવા માટે યુવતી અમદાવાદ આવી હતી.
દરમિયાન આમિર યુવતીને એક હોટલમાં લઇ ગયો હતો. ફરિયાદ અનુસાર, આરોપી આમિરે કેફી પીણુ પીવડાવી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આમિરે સગાઇ તોડી નાખવાની વાત કરી હતી. પીડિતાએ હૈદરાબાદના સાયબરાબાદમાં ઝીરો નંબરની ફરિયાદ નોંધાવતા આરોપી આમિરની અમદાવાદમાંથી ધરપકડ કરવામા આવી હતી. આમિર અમદાવાદના સરસપુરમાં રહે છે અને એક ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે.
નિધિ ગુપ્તાની હત્યા કરનાર આરોપી લખનઉથી ઝડપાયો, પોલીસે પગમાં મારી ગોળી
લખનૌના નિધિ ગુપ્તા હત્યા કેસમાં ફરાર ઇનામી આરોપી સુફિયાનને લખનઉ પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી છે. ધરપકડ દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગી હોવાની ખબર સામે આવી છે. લખનઉ પોલીસની દુબગ્ગા વિસ્તારમાં સુફીયાન સાથે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન તેને પગમાં ગોળી વાગી હતી. જેના કારણે તે ઘાયલ થયો હતો. આરોપી સુફીયાન પર 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પીડિતાના પરિજનોએ આરોપી સુફિયાન પર નિધિને છત પરથી ફેંકવાનો આરોપ લગાવ્યો હતો.