RAJKOT : રાજકોટમાં એક હિન્દૂ યુવક વિધર્મી યુવતી સાથેનો પ્રેમ પ્રાણઘાતક નીવડ્યો છે. રાજકોટમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના ભાઈએ તેના પ્રેમી યુવકની હત્યા કરી છે, જેના આઘાતમાં પ્રેમિકાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. 


રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારની રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા મિથુન બિપિનભાઈ ઠાકુર નામનો 22 વર્ષીય યુવક ગત 10 તારીખે પોતાના ઘરે પડી જતા તેને શરીરે ગંભીર ઇજા થઇ હોવાની વાત જાણવા મળી હતી, જ બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આ તો હતો. 


ભક્તિનગર પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કેમૂળ ઉત્તરપ્રદેશનો વાતની મિથુન મજૂરી કામ કરે છે. મિથુનને બે વર્ષથી તેના જ વિસ્તારમાં રહેતી સુમૈયા રફીકભાઈ કડીવાર નામની યુવતી સાથે પ્રેમસબંધ હતો. આ વાતની જાણ સુમૈયાના ભાઈ સાકીરને થતા સાકીરે તેના મિત્ર સાથે મળી મિથુનને બોલાવી ઢોર મારમાર્યો હતો.ત્યારબાદ ઘવાયેલા મિથુનને તેના પરીવાર દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની હાલત ગંભીર હોય તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તેનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું.જેથી બનાવ હત્યામાં પલટાયો છે. હાલ સમગ્ર ઘટના મામલે પોલિસે સાકિર તેમજ તેના મિત્ર અબ્દુલની  ધરપકડ  કરી છે.


જો કે આ વાતની જાણ સુમૈયાને થતા તે આઘાતમાં આવી ગઈ હતી અને પોતાની જાતે જ શરીરે બ્લેડથી છરકા કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.તેને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.


પડધરીમાં ભાજપ નેતાની ધરપકડ  
રાજકોટના પડધરીના મોવિયા ગામમાં વીજ વિભાગની ટીમ પર હુમલો કરવાના કેસમાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી ભાજપ અગ્રણી ધીરુભાઈ તળપદાની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, બુધવારે PGVCLની ટીમ વીજ ચેકિંગ માટે પડધરીના મોવિયા ગામે પહોંચી હતી. દરમિયાન ગામમાં રહેતા ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાના ઘરમાં ચેકિંગ કરાયું હતું તો વીજ ચોરી ઝડપાઈ હતી.