Ahmedabad : અમદાવાદમાં એલિસબ્રિજ વિસ્તારમાં પત્નીએ  ચાર લાખ રૂપિયાની સોપારી આપી પતિની હત્યા કરાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સી એન વિદ્યાલય પાસે રીક્ષા ચાલકની હત્યાના પ્રકરણમાં પોલીસે મૃતક રીક્ષાચાલકની પત્ની સહીત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ બનાવની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોધાઈ હતી. 


ગત તારીખ 8 જૂનના રોજ સી.એન. વિદ્યાલય પાસે આ હત્યારાઓએ રિક્ષાચાલક શાંતિભાઈ ધંધુકિયાની જાહેરમાં હત્યા કરી હતી. આ ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળના આસપાસના સીસીટીવી ફુટેજનું એનાલિસિસ કરતા આરોપીઓની ઓળખ થઇ હતી.


આ આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે મૃતક શાંતિભાઈ ધંધુકિયાની પત્ની દીપલબેને જ ચાર લાખ રૂપિયાની સોપારી આપી પતિની હત્યા કરાવી હતી. હત્યાના કારણ પાછળ એ વિગતો સામે આવી છે કે મુખ્ય આરોપી દીપલબેન તેના પતિથી શારીરિક અને માનસિક રીતે ત્રસ્ત હતી. 


આ હત્યા કેસમાં પોલીસે આ 6 આરોપીઓની ધરપકડ કરી છે 
1) રૂપલબેન શાંતિલાલ ધંધુકિયા (39)
2) સાબિર હુસેન અનવર હુસેન અન્સારી (37)
3) ફયાઝુદ્દીન બસીરુદ્દીન શેખ (39)
4) મો.ઈમ્તિયાઝ મો.યુસુફ શેખ (25)
5) શાહરુખ મહેબૂબખાન પઠાણ(25)
6) શકીલ ઉર્ફે લખપતિ સિરાજુદ્દીન શેખ (37)


કચરાની ડોલમાંથી ભૃણ મળી આવતા ચકચાર
અમદાવાદની એલજી હોસ્પિટલમાં કચરાની ડોલમાંથી મૃત ભૃણ મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. એલજી હોસ્પિટલના લેબર વોર્ડનાં ઓપીડી રૂમમાંથી સ્વીપરને ભૃણ મળી આવ્યું હતું. અજાણી મહિલાએ ભૃણ ત્યજ્યું હોવાની ચર્ચા છે. કપડામાં વિંટાળેલુ 3થી 4 માસનું મૃત ભૃણ હોવાની આશંકા છે. મણીનગર પોલીસે અજાણી મહિલા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાએ ક્યા કારણે બાળકને ત્યજ્યું તેને લઈને અનેક શંકાઓ સામે આવી રહી છે.