Indian Railway Ticket Booking: ભારતીય રેલ્વે એ વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાંથી એક છે. દરરોજ કરોડો લોકો રેલવે સેવાનો લાભ લે છે. આવી સ્થિતિમાં તેને આ દેશની જીવાદોરી પણ કહેવામાં આવે છે. એક સમય હતો જ્યારે લોકો ટ્રેનની ટિકિટ લેવા માટે રેલવે સ્ટેશનો પર કલાકો સુધી કતાર લગાવતા હતા. પરંતુ, હવે IRCTC એટલે કે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનદ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા બાદ ટિકિટ મેળવવી ખૂબ જ સરળ બની ગઈ છે. આવી સ્થિતિમાં, કન્ફર્મ ટિકિટ મેળવવા માટે, મહિનાઓ પહેલા રેલવે ટિકિટ બુક કરીએ છીએ.


પરંતુ, ઘણી વખત આપણે  ઇમર્જન્સીમાં ક્યાંક જવું પડે છે, તેના માટે તમને તત્કાલ ટિકિટ બુક કરવાની સુવિધા મળે છે. પરંતુ, ઘણી વખત તત્કાલ ટિકિટ બુક કરતી વખતે પણ, સીટ ભરાઈ જાય છે અને આપણે  ટિકિટ બુક કરાવી શકતા નથી . આવી સ્થિતિમાં આ સમસ્યાને દૂર કરવા માટે તમે કેટલીક સરળ ટ્રીક  અપનાવીને તત્કાલ ટિકિટ સરળતાથી બુક કરી શકો છો. તો ચાલો તમને તત્કાલ ટિકિટ બુક કરવાની પ્રક્રિયા વિશે જણાવીએ.


માસ્ટર લિસ્ટ ફીચર દ્વારા તત્કાલ ટિકિટ વહેલી તકે બુક કરો
તમને જણાવી દઈએ કે મુસાફરોને તત્કાલ ટિકિટ બુકિંગ મેળવવાની તકો વધારવા માટે, તમે IRCTC માસ્ટર લિસ્ટ ફીચરનો ઉપયોગ કરી શકો છો. આ ફીચર દ્વારા પેસેન્જર્સે પેસેન્જર ડિટેલ પહેલાથી ભરી લેવી જોઈએ. આ પછી તમારે ટિકિટ બુક કરતી વખતે મુસાફરોની વિગતો ભરવાની જરૂર રહેશે નહીં અને તમારી તત્કાલ ટિકિટ થોડીવારમાં બુક થઈ જશે. આ ફીચર દ્વારા તત્કાલ ટિકિટ મેળવવાની તમારી તકો વધુ વધી જશે.


આ રીતે માસ્ટર લિસ્ટ ફીચરનો ઉપયોગ કરો
1. આ ફીચરનો ઉપયોગ કરવા માટે, સૌથી પહેલા IRCTCની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો.
2. અહીં તમે માય એકાઉન્ટ પેજ પર ક્લિક કરીને મારી પ્રોફાઇલની મુલાકાત લો.
3. આ પછી તમારે Add/modify Master List પર ક્લિક કરવાનું રહેશે.
4. અહીં તમારે પેસેન્જરની તમામ વિગતો જેમ કે નામ, લિંગ, મોબાઈલ નંબર, ઉંમર વગેરે ભરવાની રહેશે.
5. આ પછી સબમિટ બટન પર ક્લિક કરો.
6. તમારા પેસેન્જરની માસ્ટર લિસ્ટ તૈયાર છે.
7. હવે બુકિંગ સમયે, તમારે માય સેવ્ડ પેસેન્જર લિસ્ટ પર ક્લિક કરીને સરળતાથી પેસેન્જર વિગતો ભરી શકશો.