Panchmahal : ગોધરામાં રાષ્ટ્રીય તાપસ એજેન્સી - NIAની ત્રણ ટીમોએ ધામા નાખ્યાં છે. ગોધરામાં આવેલી NIAની આ ત્રણ ટીમોમાં મહારાષ્ટ્રની બે ટીમ અને ચેન્નાઇની એક ટીમનો સમાવેશ થાય છે. NIAની ટીમોએ સ્થાનિક પોલીસને સાથે કરી મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધાર્યું હતું. NIAની ટીમોએ ગોધરા શહેરમાં રહેટી એક મહિલા અને 2 યુવકોને એસપી કચેરીએ લાવી પૂછપરછ કરી હતી. 


NIAની ટીમોએ આ ત્રણ લોકોની પૂછપરછ કેમ કરી એ અંગેનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે  કથિત નેવી જાસૂસીકાંડ પ્રકરણમાં આ ત્રણ લોકોના નિવેદન લેબમાં આવ્યાં  સંભાવના છે. અગાઉ પણ NIAની ટીમે ગોધરાની મુલાકાત લઈ કેટલાક સભ્યોના નિવેદનો લઈ મોબાઈલ ફોન કબ્જે લીધા હતા.


મહેસુલ મંત્રીએ કરી મહત્વની જાહેરાત
ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા સત્રમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ભૂકંપ બાદ બનેલા નવા મકાનોને લઈ ગૃહમાં મહેસુલ મંત્રીએ મહત્વની જાહેરાત કરી છે, તેમણે કહ્યું કે, 17 હજાર મકાનોના નોંધણી થઈ ન હતી. આ અંગે મહેસુલ વિભાગે સમિક્ષા કરી લગભગ 16 હજાર 600 મકાનો રેગ્યુલરાઈઝ થશે તેવી માહિતી આપી હતી. આ ઉપરાંત બાકી રહેલા મકાનો પણ રેગ્યુલરાઈઝ કરવામાં આવશે. રેગ્યુલરાઈઝ થયા બાદ મકાન વેચી શકાશે તેવી માહિતી તંત્રએ આપી છે.


માર્ગ અને મકાન વિભાગઈ કરી મહત્વની જાહેરાત 
ગુજરાતનાં ચોમાસાની સિઝન શરૂ થાય ત્યારથી રોડ રસ્તાને લઈને લોકોની ફરિયાદો આવવા લાગે છે. વરસાદને કારણે રોડ પર ખાડા પડી જાય છે તો ક્યાંક તો રોડ જ દોવાઈ જાય છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો પણ ઉદભવે છે. જેને લઈને લોકોમાં ભારો રોષ જોવા મળે છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આજે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે.


માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણશ મોદીએ આજે ગૃહમાં જણાવ્યું કે, વરસાદના કારણે જે રોડ વિસ્તારમાં પાણી ભરાતું હશે એટલા ભાગના રોડને આરસીસી કરવામાં આવશે. આ ઉપરાંત વરસાદી પાણી ભરાવવાના કારણે જ્યાં ડામરનો રોડ તૂટવાની ઘટનાં બને છે ત્યાં પણ આરસીસી બનાવવામાં આવશે. આજે પ્રશ્નોતરી દરમિયાન નિરંજન પટેલના સવાલ પર માર્ગ મકાન મંત્રી પૂર્ણશ મોદીએ આ ડવાબ આપ્યો હતો.