ઈન્ડિયન ઓઈલ (IOCL) એ બુધવારે ક્રૂડ ઓઈલના મોટા કન્સાઈનમેન્ટની ખરીદી પૂર્ણ કરી છે. આમાં રશિયા પાસેથી 'ડિસ્કાઉન્ટ' પર લેવામાં આવેલું ક્રૂડ ઓઈલ (રશિયન યુરલ) સામેલ છે. આ સાથે કંપનીએ પશ્ચિમ આફ્રિકન તેલની પણ મોટી માત્રામાં ખરીદી કરી છે.
રશિયા પાસેથી 30 મિલિયન બેરલ તેલ ખરીદ્યું
રોઇટર્સે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલે મે મહિના માટે રશિયા પાસેથી 3 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની ખરીદી કરી છે. જ્યારે પશ્ચિમ આફ્રિકાના 20 લાખ બેરલ તેલની ખરીદી કરવામાં આવી છે. કંપનીએ રશિયાનું આ ક્રૂડ ઓઈલ 'વિટોલ' નામના ટ્રેડર્સ પાસેથી મોટા 'ડિસ્કાઉન્ટ' પર ખરીદ્યું છે.
IOCL પહેલેથી જ રશિયન તેલ ખરીદી ચૂક્યું છે
રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત બાદ ઈન્ડિયન ઓઈલ દ્વારા બીજી વખત રશિયન યુરલ ક્રૂડ ઓઈલની ખરીદી કરવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં પણ કંપનીએ વિટોલ પાસેથી સમાન જથ્થામાં રશિયન ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું. તેની ડિલિવરી મે મહિનામાં થવાની છે.
રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો. જે બાદ રશિયા અનેક આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. આ કારણે રશિયાને વૈશ્વિક સ્તરે વેપાર કરવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે તે ડોલરમાં યોગ્ય રીતે વેપાર કરી શકતું નથી. આ પ્રતિબંધોની અસર રશિયાની બેંકો અને નાણાકીય વ્યવસ્થા પર પણ પડી છે. એટલા માટે રશિયાએ ઘણા દેશો સાથે તેમની સ્થાનિક ચલણમાં વેપાર કરવાનું શરૂ કર્યું છે, સાથે 'ડિસ્કાઉન્ટ' પર ક્રૂડ ઓઇલ પણ પૂરું પાડ્યું છે.
ભારતે પ્રતિબંધો લગાવ્યા નથી
ભારતે અનેકવાર રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ખત્મ કરવાની વાત કરી છે. જો કે ભારત અને રશિયા વચ્ચે લાંબા સમયથી વેપાર, રાજકીય અને સાંસ્કૃતિક સંબંધો છે, આ કારણે ભારતે રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધ મૂક્યો નથી. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. ભારત તેની ક્રૂડ ઓઈલની 80 ટકા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે. આ સિવાય ઇન્ડિયન ઓઇલે એક્સોન પાસેથી 10-10 બેરલ નાઇજીરિયન યુસન અને અગબામી ક્રૂડ ઓઇલની પણ ખરીદી કરી છે. જોકે, કંપનીએ આ ડીલ્સ પર કોઈ ટિપ્પણી કરી નથી.
પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે?
ઈન્ડિયન ઓઈલ દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની છે. આ સાથે, કંપની પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણમાં પણ પ્રભુત્વ ધરાવે છે. આવી સ્થિતિમાં 'ડિસ્કાઉન્ટ' પર મળતા ક્રૂડ ઓઈલથી આવનારા દિવસોમાં લોકોને સસ્તુ પેટ્રોલ-ડીઝલ મળી શકે છે.