અમરેલી: જિલ્લાના લીલીયા ગામ ખાતે મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ફરિયાદી બે દિવસ પહેલા અન્ય ગુનામાંથી જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો. જે બાદ રાત્રિના સમયે તે જ ગામના તેમના મિત્ર રણજીતને ખબર અંતરનો ફોન કરતાં આરોપી રણજીત ઉશ્કેરાય જઈને બેફામ ગાળો દેવા લાગ્યો હતો અને તું મારા વિશે શું ખરાબ બોલતો હતો તે બાબતનું મન દુઃખ રાખી કિશનના ઘર પાસે બે બાઈકમાં રણજીત સહિત અન્ય બે લોકો આવીને કિશનને ગાળો દઈ પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 


આ ફાયરિંગમાં કિશનને પગના ભાગમાં ગોળી વાગતા ઘાયલ કિશનને લીલીયા પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. લીલીયામાં જે યુવક ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે તે યુવક પૂર્વ જિલ્લા ભાજપ મહિલા મંત્રીનો પુત્ર છે. આ ઘટના અંગે યુવકની માતાએ કહ્યું કે, આવા અસામાજિક તત્વો ઉપર પોલીસ કડકમાં કડક સજા કરે. આજે તેમના દીકરા ઉપર ઘટના બની છે તે અન્ય લોકો સાથે આવી ઘટના ન બને તે માટે પોલીસ પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે.


લીલીયામાં મોડી રાતે બનેલી ફાયરિંગની ઘટનાને લઈને જિલ્લા પોલીસ દ્વારા એસઓજી, એલસીબી સહિતની જુદી જુદી છ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે. ફરિયાદીને તું મારું ખરાબ શા માટે બોલે છે તે બાબતનું મન દુઃખ રાખી ઉશ્કેરાઈ ગયેલ ત્રણેય લોકો હત્યા કરવાના ઇરાદે ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા ત્યારે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને એક ગોળી ફરિયાદીને પગમાં લાગતા સામાન્ય ઇજા પહોંચી હતી જ્યારે પોલીસ દ્વારા 307ની કલમ દાખલ કરીને આરોપીને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.


 ફાયરિંગથી ફરી ધણધણ્યું અમેરિકા


US Firing: ગોળીબારથી અમેરિકા ફરી એકવાર ધણધણી ઉઠ્યું. મિસિસિપીમાં સામૂહિક ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે. શુક્રવાર (17 ફેબ્રુઆરી) ના રોજ ગ્રામીણ અરકાબુટલા કાઉન્ટીમાં, એક વ્યક્તિએ ગોળીબાર કર્યો. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે. પહેલા એક સ્ટોર પર અને પછી અન્ય જગ્યાએ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મિસિસિપી બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના માર્ટિન બેઇલીએ કહ્યું કે તેઓ તપાસમાં મદદ કરી રહ્યા છે.


અમેરિકા ફરી ગોળીબારથી હચમચી ગયું


સીએનએન અહેવાલ મુજબ, ટેટ કાઉન્ટી, મિસિસિપીમાં શુક્રવારે શ્રેણીબદ્ધ ગોળીબાર બાદ ઓછામાં ઓછા છ લોકોને ગોળી મારવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મિસિસિપીના ગવર્નર ટેટ રીવસે કહ્યું કે તેમને ગોળીબાર અંગે જાણ કરવામાં આવી હતી. આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.