ગાઝિયાબાદમાં પત્રકાર પર હુમલો, ઘરમાં ઘૂસીને મારી ગોળી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Apr 2018 09:00 PM (IST)
1
ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના રાજમાં એન્કાઉન્ટર થઈ રહ્યા હોવા છતાં ગુંડાઓને તેની કોઈ બીક હોવાનું તાજું ઉદાહરણ ગાઝિયાબાદમાં જોવા મળ્યું છે. ગાઝિયાબાદના કવિનગર પોલીસ સ્ટેશનના રાજાપુરમાં એક ટીવી પત્રકારને ધોળા દિવસે ગોળી મારવામાં આવી હતી.
2
ગોળી વાગ્યા બાદ ઘાયલ અનુજને ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
3
આ ઘટનાથી જાણીતા પત્રકાર ગૌરી લંકેશની હત્યા થઈ તે ઘટના યાદ આવી ગઈ હતી.
4
અનુજ ચૌધરી નામના ટીવી પત્રકારને હુમલાખોરોએ તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારી હતી. ગોળી મારે હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. અનુજ સહારા સમય ચેનલમાં કામ કરે છે.