ટોપલેસ થઈ કાસ્ટિંગ કાઉચનો વિરોધ કરનારી અભિનેત્રી બની ગઈ ‘નેશનલ સેલિબ્રિટી’, જાણો કોણે કર્યું આવું નિવેદન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રી રેડ્ડી તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
મુંબઈઃ હૈદરાબાદમાં કપડાં ઉતારીને વિરોદ પ્રદર્શન કર્યા બાદ અભિનેત્રી બનવાની ઈચ્છા રાખનારી શ્રી રેડ્ડી નેશનલ સેલિબ્રિટી બની ગઈ છે. તેમ ફિલ્મકાર રામ ગોપાલ વર્માએ કહ્યું છે.
થોડા દિવસો પહેલા જ શ્રી રેડ્ડીએ સોશિયલ મીડિયા પર સાઉથ ઇન્ડસ્ટ્રીના અનેક ડાયરેક્ટર્સ અને એક્ટર્સ પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો. આ એક્ટ્રેસના આરોપો સામે જાણીતા ડાયરેક્ટર એક્ટર અને રાજનેતાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
શનિવારે સાઉથની ઈન્ડસ્ટ્રીઝની સ્ટ્રગલર એક્ટ્રેસ શ્રી રેડ્ડીએ ફિલ્મ ચેમ્બર પર કાસ્ટિંગ કાઉચના મુદ્દા પર મૌન સાધવાનો આરોપ લગાવ્યો અને ઈન્ડસ્ટ્રીમાં થઈ રહેલા શોષણના વિરોધમાં હૈદરાબાદ સ્થિત ફિલ્મ ચેમ્બર ઓફિસ બહાર સડક પર ટોપલેસ થઈને ધરણા યોજ્યા હતા. આ વિસ્તાર હૈદરાબાદના પોશ જુબલી હિલ્સમાં છે.
આ ઘટના બાદ પોલીસ અધિકારીએ કહ્યું કે, અમે અભિનેત્રી સામે આઈપીસીની કલમ 294 અંતર્ગત એક મામલો નોંધ્યો છે. તેની સામે અમે ફરિયાદ નોંધી છે. ફિલ્મ ચેમ્બર્સ કાર્યાલય ઇમારતમાં તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક મહત્વપૂર્ણ ઓફિસો આવેલી છે.
આ અંગે ફિલ્મકાર રોમ ગોપાલ વર્માએ ટ્વિટ કરીને કહ્યું કે, “શ્રી રેડ્ડી નેશનલ સેલિબ્રિટી બની ગઈ છે. મુંબઈમાં જે લોકો પવન કલ્યાણ(દક્ષિણ ભારતના જાણીતા અભિનેતા)અંગે નથી જાણતાં, તેઓ શ્રીરેડ્ડી અંગે વાત કરી રહ્યા છે.”
શ્રી રેડ્ડીએ અનેક ટોપ ટોલીવુડ નિર્માતા, નિર્દેશકો અને એક્ટર્સ પર કામના બદલે યૌન શોષણનો આરોપ લગાવ્યો. તેણે માંગ કરી હતી કે ફિલ્મ ઉદ્યોગમાં મૂળ તેલુગુ સ્ટ્રલગલિંગ એક્ટર્સને 75 ટકા ચાન્સ આપવો જોઈએ અને તેલુગૂ ફિલ્મ ચેમ્બરમાં પણ સભ્યતા આપવી જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -