ઉત્તર પ્રદેશમાં સાસુ-જમાઇના સંબંધોને શર્મશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. સાસુએ જમાઇ સાથે પ્રેમ થઈ જતા તેની સાથે ભાગી ગઈ હતી અને દસ મહિના સુધી ફરાર રહ્યા પછી ઘરે પરત આવી ગયા હતા અને બંનેએ લગ્ન કરી લીધા હોવાનું જણાવ્યું હતું. જોકે, આ લગ્નસંબંધને કારણે પરિવારે હોબાળો કરી મુક્યો હતો અને વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી. 


આ અંગેની વિગતો એવી છે કે, મુઝફ્ફરનગરના ભૌરકલાં પોલીસ સ્ટેશન  વિસ્તારમાં આ ઘટના બની છે. 50 વર્ષીય સાસુએ તેના 25 વર્ષીય જમાઈ સાથે લગ્ન કર્યા છે. જોકે, આ લગ્ન સામે મહિલાના પતિ-પુત્રીએ વાંધો ઉઠાવ્યા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. જોકે, પાડોશીઓએ આ અંગે પોલીસને જાણ કરતાં બંનેને કસ્ટડીમાં લઈ લીધા હતા અને શાંતિના ભંગ બદલ તેમને દંડ ફટકાર્યો હતો.


નોંધનીય છે કે, 50 વર્ષીય મહિલા દીકરીના લગ્ન પછી જમાઇના પ્રેમમાં પડી ગઈ હતી. સાસુ અને જમાઇ વચ્ચે શારીરિક સંબંધો બંધાતા અને એકબીજા વગર રહી ન શકતા ઘરેથી ફરાર થઈ ગયા હતા. સાસુ-જમાઇ ઘરેથી ભાગી ગયા પછી પરિવારે પોલીસ ફરિયાદ કરી નહોતી. 


જોકે, દસ મહિના બહાર જલસા કર્યા પછી સાસુ-વહુ ઘરે પરત ફર્યા હતા અને કોર્ટ મેરેજ કર્યા હોવાનો દાવો કર્યો હતો. તેમજ હવે તેઓ પતિ-પત્ની છે અને સાથે રહેશે, તેમ તેમણે પરિવારને જણાવ્યું હતું. જેને કારણે પરિવારમાં હોબાળો મચી ગયો હતો. આ પરિવારની આસપાસના લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં દોડી આવી હતી અને સાસુ-જમાઇને કસ્ટડીમાં લીધા હતા. 


જોકે, પોલીસ સ્ટેશને આવ્યા પછી પણ બંને હવે પતિ-પત્ની હોવાનું રટણ ચાલું રાખ્યું હતું અને બંનેએ સાથે જીવવા-મરવાના સમ લેતા રહ્યા હતા. આમ, મામલો થાડે ન પડતાં પોલીસે બંનેને શાંતિ ભંગ કરવાનો દંડ ફટકાર્યો હતો. જોકે, આ સાસુ-જમાઇનું પ્રકરણ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાએ ચડ્યું છે. બીજી તરફ સાસુ-જમાઇથી પરિવારે પોતાને દૂર કરી લીધા છે. 


ભૌરકલાં પોલીસે જણાવ્યું હતું કે, તેમને સાસુએ જમાઇ સાથે લગ્ન કર્યા હોવાની બાતમી મળી હતી. તેમને એવી પણ બાતમી મળી હતી કે, બંને બળજબરીથી ઘરમાં ઘૂસી ગયા છે.  પોલીસે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાસુ અને જમાઇએ એકબીજાથી અલગ થવાનો ઇનકાર કરતા બંનેને શાંતિનો ભંગ કરવાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.