કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં બે દિવસથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો કાનપુરની આનંદપુરી કોલોનીનો કહેવામાં આવી રહ્યો છે. જે બાદ ભાજપના નેતા મોહિત સોનકર પાર્ટીની મહિલા નેતા સાથે રંગરેલીયા મનાવતા પકડાઇ ગયા હોવાની વાત સામે આવી હતી. જે બાદ બંને નેતાઓના પરિવારજનોએ મોહિતની મારપીટ કરી હતી. હવે ભાજપના આ નેતાને પણ પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
કાનપુરના બીજેપી નેતા મોહિત સોનકર પાર્ટીની એક મહિલા નેતા સાથે કારમાં રંગરેલીયા મનાવતા ઝડપી લેવામાં આવ્યા હતા. જે બાદ બંને નેતાઓ મોહિત સોનકરના પરિવારજનો દ્વારા તેઓને ખૂબ માર મારવામાં આવ્યો હતો. ભાજપના નેતાને માર મારવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
બીજેપી નેતાનો વીડિયો વાયરલ થયા બાદ પાર્ટીએ તેમની સામે કડક કાર્યવાહી કરાઇ છે. મોહિત સોનકરની હરકતો જોઈને પાર્ટીએ તેમને પદ પરથી હટાવી દીધા છે. આ સિવાય તેમને પાર્ટીમાંથી બરતરફ પણ કરવામાં આવ્યા છે. મોહિત સોનકરને ભાજપ દક્ષિણ જિલ્લા પ્રમુખ ડૉ.વીણા આર્ય પટેલે બરતરફ કર્યા છે. આ સમગ્ર મામલો શનિવારે મોડી રાતનો છે.
ભાજપના નેતા પાર્ટીના નેતા સાથે કારમાં રંગરેલીયા મનાવી રહ્યા હતા તે દરમિયાન ઝડપી લેવામાં આવ્યા હતા. નેતાને તેમની પત્નીએ જ પકડ્યા હતા. આ દરમિયાન પત્નીની સાથે તેમના પરિવારજનો પણ ત્યાં હાજર હતા. બધાએ રસ્તા પર જ ભાજપના નેતાને ચપ્પલ વડે માર માર્યો હતો. આ મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો હતો. અંતે પોલીસે આ મામલે દરમિયાનગીરી કરવી પડી હતી. કહેવાય છે કે ભાજપના નેતાના લગ્ન છ વર્ષ પહેલા થયા હતા, જોકે બંને વચ્ચેના સંબંધો સારા નહોતા ચાલી રહ્યા.
UPI payment : UPI પેમેન્ટ અને સર્વિસ પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા