યુપીઃ ભાઇના લગ્ન માટે પરિવાર ખરીદી કરવા ગયો અને ઘરે બે બહેનોને કોઇએ જીવતી સળગાવી દીધી
ઘટનાની માહિતી મળતા જ પોલીસ ત્યાં પહોંચી અને બન્ને મૃતદેહોને પૉસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. શીલુના ગળામાં ક્લચ વાયર બાંધેલો મળ્યો છે. પોલીસ પણ ગળુ દબાવીને હત્યા કર્યા મૃતદેહોને સળગાવી દેવાની વાત માની રહી છે.
1લી ફેબ્રઆરીએ રાહુલના લગ્નના સામાનની ખરીદી કરવા માટે આખો પરિવાર દિલ્હી ગયો હતો. તે દરમિયાન ઘરવાળા શિવાની અને તેના મામાની છોકરી શીલુને ઘરે મુકીને ગયા હતા, પણ જ્યારે મોડી રાત્રે તેઓ પાછા ફર્યા ત્યારે ઘરના રૂમમાં બન્નેના મૃતદેહ અડધી સળગેલી હાલતમાં પડ્યા હતા, રૂમમાં આગ લાગેલી હતી.
ખરેખર, 18 ફેબ્રુઆરીના રોજ બીવી નગર વિસ્તારમાં લગ્ન થવાના હતા. લગ્નમાં હાજરી આપવા રાહુલના મામાની 22 વર્ષની છોકરી હાપુડના ગામ દરિયાપુરથી શિવાની ગામ બાંહપુર આવેલી હતી.
એટલે કે ભાઇના લગ્ન પહેલા જ બે બહેનોને ઘરમાં જ જીવતી સળગાવી દઇને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. ઘટના ત્યારે બની જ્યારે આખો પરિવાર લગ્નના સામાનની ખરીદી કરવા માટે દિલ્હી ગયો હતો.
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ક્રાઇમ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. પોલીસ સતત નિષ્ફળ જઇ રહી છે. ગઇકાલે ત્રણ જિલ્લામાં પોલીસના એન્કાઉન્ટર બાદ પણ ક્રાઇમ યથાવત છે. હવે સમાચાર છે કે બુલંદશહેરમાં ભાઇના લગ્ન પહેલા જ બે બહેનોનો જીવતી સળગાવી દઇ હત્યા કરાઇ દેવાઇ છે.