પદ્માવતઃ સ્વરા ભાસ્કરના પત્રનો આ એક્ટ્રેસે આપ્યો જડબાતોડ જવાબ
ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂરે પણ સ્વરાના આ પત્રની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘આ બધું અજીબ લાગે છે. આ આવી વાત કરવાનો સમય નથી. તેને પર્સનલ લેવલ પર લેવી યોગ્ય નથી.’ જ્યારે રણવીર કહે છે કે, ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીનું પાત્ર ભજવવા માટે સ્વરાએ તેને અભિનંદન પાઠવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપિકાએ કહ્યું છે કે, ‘બની શકે કે, તું પોપકોર્ન લેવા ગઈ હોઈશ અને તેમાં ફિલ્મની શરૂઆત મિસ કરી દીધી હશે. એ પણ સમજવાની જરૂર છે કે, ફિલ્મમાં શું બતાવાયું છે અને ફિલ્મ કયા સમય વિશે બની છે. ત્રીજી વાત મારા મતે આ ફિલ્મ માત્ર ‘જૌહર’ સુધી જ મર્યાદીત નથી. તેના કરતાં પણ વધુ છે સમજવા માટે આ દૃશ્યમાં. ફિલ્મમાં મહિલાઓના સન્માન, તેમની શક્તિ, દૃઢ વિશ્વાસ અને દૃઢ નિશ્ચય બતાવાયાં છે.’
સ્વરાના આ પત્ર પર પ્રતિક્રિયા આપતા દીપિકા કહે છે કે, ‘ફિલ્મ પૂરેપૂરી જોઈ લાગતી નથી. લોકોએ કદાચ એ ફેક્ટને મિસ કરી દીધું છે, જે 12મી અને 13મી સદી વિશે બતાવાયું છે. તે એ સમયનો રિવાજ હતો. સ્વરાએ ફિલ્મની શરૂઆતમાં આપવામાં આવેલું Disclaimer આખું મિસ કર્યું છે.’
દીપિકાએ કહ્યું છે કે, સ્વરા ભાસ્કરે કદાચ ફિલ્મની શરૂઆતમાં બતાવવામાં આવેલા ડિસ્ક્લેમરને વાંચ્યું નહિ હોય અથવા તેને મિસ કરી દીધું છે.
નવી દિલ્હીઃ રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરની ફિલ્મ પદ્માવતને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે તો ફિલ્મના કન્ટેન્ટને લઈને સ્વરા ભાસ્કરે વિરોધ નોંધાવ્યો હતો. સ્વરાએ એક પત્ર લખીને કહ્યું હતું કે, ફિલ્મમાં સંજય લીલા ભણસાલીએ સતી અને જૌહર પ્રથાને પ્રોત્સાહન આપ્યું છે. સ્વરાના આ પત્ર પર ફિલ્મના અભિનેતા શાહિદ કપૂરે પણ જવાબ આપ્યો હતો. જોકે હવે ફિલ્મની અભિનેત્રી દીપિકા પદૂકોણેએ પર સ્વરાને તેના પત્રનો જવાબ આપી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -