યુપીમાં પોલીસની કડક કાર્યવાહી, ત્રણ જિલ્લામાં એન્કાઉન્ટર કરી નાંખ્યા
યોગીના ફરમાન બાદ પોલીસે એકસાથે ત્રણ જિલ્લામાં એન્કાઉન્ટર કરવાનો દાવો કરતાં ત્રણ બદમાશોને ગોળી માર્યા પછી પકડી પાડ્યા હતા. જેમાં ઉત્તરપ્રદેશનો કુખ્યાત ગુંડો નરેશ ભાટી પણ સામેલ હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસહારનપુરઃ આ વિસ્તારમાં પણ પોલીસ અને બદમાશો વચ્ચે અથડામણ થઇ ગઇ. પોલીસે કુખ્યાત બદમાશ જગપાલ ઉર્ફ જગ્ગુ અને લીલા ધરદબોચાને પોલીસે પકડી પાડ્યા છે. બન્ને જણા પલ્સર બાઇક લૂંટીને ભાગી રહ્યાં હતા. બન્ને ઉપર 15-15 હજાર રૂપિયાનું ઇનામ પણ મુકેલું છે. વાયરલેસ પર લૂંટની જાણ થતાં પોલીસ અને બદમાશો વચ્ચે ફાયરિંગ થયું જેમાં જગ્ગુના પગમાં ગોળી વાગી, અને બન્નેને પોલીસે પકડી પાડ્યા હતા.
કાનપુરઃ બુધવારે રાત્રે કાનપુરમાં ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારના શ્યામનગર એરિયામાં પોલીસ અથડામણ દરમિયાન શાતિર બદમાશ સુરજ ઉર્ફે બંટા ઘાયલ થઇ ગયો, તે વિસ્તારના કાશીરામ ટ્રામા સેન્ટર મોકલવામાં આવ્યો છે, જ્યાં પ્રાથમિક સારવાર બાદ જિલ્લા પલ્સરથી ભાગી રહ્યો હતો. આ દરમિયાન તે પોલીસ સામે ફાયરિંગ કરવા લાગ્યો અને બાદમાં જવાબી ફાયરિંગમાં પોલીસે તેને પગમાં ગોળી મારી હતી. તેને પકડીને પુછપરછ કરાઇ રહી છે.
લખનઉઃ શહેરના સરોજની નગર વિસ્તારમાં ગઇ રાત્રે પોલીસ સાથેના ઘર્ષણમાં કુખ્યાત ગુનેગાર નરેશ ભાટીને ગોળી વાગ્યા બાદ પકડાઇ ગયો, પશ્ચિમી ઉત્તરપ્રદેશના કુખ્યાત બદમાશ નરેશ ભાટીની સાથે તેનો સાથીદાર પણ ગોળીબારીમાં ઘાયલ થયો છે. આ અથડામણની આગેવાની ખુદ લખનઉ એસએસપી દીપક કુમારે લીધી હતી. ઉલ્લેખનીય છે કે એન્કાઉન્ટરમાં બે પોલીસવાળા પણ ઘવાયા છે.
લખનઉઃ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતાં મુખ્યમંત્રીએ અપરાધીઓ પર કાર્યવાહી કરવાનું ફરમાન આપ્યું, તો પોલીસે એકસાથે ત્રણ જિલ્લામાં એન્કાઉન્ટર કરી દીધા. ઉલ્લેખનીય છે કે, મંગળવારે મોડી રાત્રે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લૉ એન્ડ ઓર્ડરની સમીક્ષા કરી હતી અને બાદમાં પોલીસ અધિકારીઓને ગુનેગારો પર કડક કાર્યવાહી કરવાનું ફરમાન આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -