Vadodara : વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં 23 વર્ષીય શ્રમિક યુવાનની હત્યાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ 23 વર્ષીય નિતેશ રાજપૂત નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સો હત્યા કરીને ફરાર થઇ ગયા છે. હત્યારાઓએ મૃતક યુવાન પર હથિયારના ઘા ઝીંકતા 23 વર્ષીય નિતેશ રાજપૂત ઢળી પડ્યો હતો. નિતેશને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જો કે હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેણે રસ્તામાં દમ તોડી દીધો હતો. 


મળતી માહિતી મુજબ મૃતક નિતેશ રાજપૂત સોમા તળાવ નજીક વિજયનગરમાં રહેતો હતો અને મજૂરીકામ કરતો હતો. હત્યાનું કારણ જાણવા મળેલ નથી. હત્યારાઓને ઝડપી પાડવા વાડી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. 


સાવકા પિતાએ 14 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
સુરતમાં સાવકા પિતાએ જ પુત્રી પર દુષ્કર્મ આચર્યાની ઘટનાથી પારિવારિક સંબંધો શર્મસાર થયા છે.સુરતના   સલાબતપુરા વિસ્તારમાં 14 વર્ષય કિશોરી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. સાવકા પિતાએ જ આ 14 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી છે. ઘટનાને પગલે કિશોરીની માતાએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ  નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે. 


સુરતમાં સગા માસાએ પરણીતા પર ગુજાર્યો બળાત્કાર
ડાયમંડ સીટી સુરતમાં સંબંધોને શર્મસાર કરી ઘટના સામે આવી હતી.આ ઘટના ગત જૂન મહિનાની છે.  શહરેના રાંદેર વિસ્તારમાં પરણીતા સાથે સગા માસા એ જ દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પીડિત મહિલાએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શોએબ સોલંકી વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પીડિતાએ 50 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા તેના બદલામાં દોઢ લાખ આપ્યા હોવા છતાં શોએબ સોલંકી શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. શારીરિક સંબંધ ન રાખે તો અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી આ ઉપરાંત પોલીસને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


આ પણ વાંચો : 

Neil Nitin Mukesh : અભિનેતા નીલ નીતિન મુકેશે પરિવાર સાથે સાળંગપુર હનુમાનજીના દર્શન કર્યા, VHPના તિરંગા કાર્યક્રમમાં ભાગ લીધો