Botad News : સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આજે તિરંગા વિતરણનું આયોજન કરાયું હતું, જેમાં બૉલીવુડ સ્ટાર નિલ નીતિન મુકેશ ખાસ હાજર રહ્યાં હતા. અભિનેતા નીલ નીતિન મુકેશે પરિવાર સાથે સાળંગપુર હનુમાનજીના દર્શન કર્યા, VHPના તિરંગા કાર્યક્રમમાં ભાગ લીધો. તિરંગા વિતરણ કાર્યક્રમમાં હાજર રહેવાની તકનો  નિલે આનંદ વ્યક્ત કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા  75 ફૂટના તિરંગા સાથે મંદિર પ્રદક્ષિણા કરી હતી. આ કાર્યક્રમમાં ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર,સહિત અધિકારી પદાધિકારી ખાસ હાજર રહ્યા હતા. 


બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સાળંગપુરધામ હનુમાનજી મંદિર ખાતે આજે દેશ અને વિદેશથી લોકો આવે આવે છેઅને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે આજે બૉલીવુડ સુપર સ્ટાર નિલ નીતિન મુકેશ પણ પોતાના પરિવાર સાથે સાળંગપુર ધામ આવ્યાં હતા. 


સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આજે તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ  કાર્યક્રમમાં નિલ નીતિન મુકેશ ખાસ રહ્યા હતા અને હનુમાનજી દાદા પ્રત્યેની તેમની શ્રદ્ધા વ્યક્ત કરી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી. કારણ કે નિલની 3.5 વર્ષની દીકરી એ આજે પ્રથમ વખત ફ્લાઇટની મુસાફરી કરી અને તે પણ સાળંગપુર ધામ આવવા માટે જે પરિવારના તમામ સભ્યો માટે આનંદ ની બાબત હતી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનને પણ નિલ દ્વારા  ખૂબ સારું આયોજન ગણાવ્યું હતું. આજે સમગ્ર દેશમાં લોકો પોતાના ઘર પર તિરંગા લગાવી રહ્યા છે ત્યારે તમામ લોકો આ અભિયાનમાં જોડાય તેવી આશા સાથે આજના કાર્યક્રમમાં હાજરી અને પરિવાર સાથે સાળંગપુર આવવાનો આનંદ નિલે મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો. 


હર ઘર તિરંગા અભિયાન શું છે?
તિરંગા અભિયાન દ્વારા સરકાર ભારતમાં દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવાની યોજના ધરાવે છે. આ માટે સરકારે 20 કરોડ મકાનોનો લક્ષ્યાંક રાખ્યો છે. સરકાર 13 થી 15 ઓગસ્ટ વચ્ચે ભારતના લોકો સાથે આ લક્ષ્યને હાંસલ કરવાની યોજના ધરાવે છે.


આજે દરેક ઘરમાં તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે પરંતુ એક સમય હતો જ્યારે દરેક ઘરમાં તિરંગો લહેરાવી શકાતો ન હતો. આવા ઘણા ફેરફારો થયા જેના પછી સામાન્ય માણસ ઘર, ઓફિસ અને શાળાઓમાં તિરંગો ફરકાવી શકે. 2002માં ફ્લેગ કોડમાં ફેરફાર બાદ સામાન્ય માણસને આ અધિકાર મળ્યો. આજે જ્યારે દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવાની વાત ચાલી રહી છે ત્યારે આવી સ્થિતિમાં અમે જણાવી રહ્યા છીએ ફ્લેગ કોડની જોગવાઇઓ વિશે.


ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના ક્લોઝ 2.1  મુજબ, દરેક વ્યક્તિને જાહેર, ખાનગી અથવા શૈક્ષણિક સંસ્થામાં ત્રિરંગો ફરકાવવાની સ્વતંત્રતા છે. જો કે, તિરંગો લહેરાવતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે 1971ના Prevention Of Insults To National Honour Act હેઠળ કેટલાક નિયમો છે જેને બધાએ ધ્યાનમાં રાખવા જોઈએ.