Latest Vadodara News: વડોદરાના ડભોઈ (Vadodara crime news) ભાવપુરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાડોશીએ પાડોશીની(neighbour murder neighbour) હત્યા કરી હતી. હત્યા કરનાર આરોપીએ પોતાના દીકરાની વહુનાં આડા સંબંધ (extra marital affair suspect) હત્યા થનારના દીકરા સાથે હોવાનો વહેમ રાખી ઘટનાને અંજામ આપ્યો હતો. ભાવપુરા પટેલ ફળિયામાં નટુભાઈ હરજીભાઈ રાઠોડિયાની હત્યા થઈ હતી. જયંતિભાઈ શનાભાઈ રાઠોડિયાએ માથાના ભાગે કુહાડીનાં ઘા ઝીંકી હત્યા કરી હતી.
જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ (police caught accused in few hours of incident) કરી હતી. આરોપી જયંતિભાઈ શનાભાઈ રાઠોડિયા એ કુહાડી મારી હત્યા કરી હતી.પોલીસે તપાસ કરતા આરોપીને પટેલ ફળિયા ભાવપુરા થી ઝડપી લીધો હતો. આરોપીના દીકરાની વહુ સાથે ફળિયામાં રહેતા નટુભાઈ રાઠોડિયાનાં દીકરા સાથે આડાસંબંધનાં વહેમમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
ડભોઇ રોડ હાર્મોનિ હાઇટ્સમાં રહેતા નિતીનભાઇ મણીલાલ રોહિત મકરપુરા જી.આઇ.ડી.સી.માં નોકરી કરે છે. તેમના માતા - પિતા શિનોર તાલુકાના અંબાલી ગામે રહે છે. તેઓ થોડા દિવસ પહેલા વતનથી પુત્રના ઘરે ડભોઇ રોડ રહેવા માટે આવ્યા હતા. સવારે 65 વર્ષના મણીલાલ રોહિત વાઘોડિયા રોડ બાપોદ જકાત નાકા વિસ્તારમાં રહેતા દેવજીભાઇને મળવા ગયા હતા. ત્યાંથી તેઓ પરત ઘરે આવવા માટે 11 વાગ્યે નીકળ્યા હતા. સવા અગિયાર વાગ્યે તેઓ વાઘોડિયા બ્રિજ નજીક રોડ ઓળંગતા હતા. તે દરમિયાન એક ડમ્પર ચાલકે તેઓને કચડી નાંખતા તેઓનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. મોડી રાત સુધી પરત નહીં આવતા તેમનો પુત્ર નિતીન કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની જાણ કરવા ગયો હતો. તે દરમિયાન પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામનાર મણીલાલનો ફોટો બતાવતા નિતીને પિતાને ઓળખી બતાવ્યા હતા. ઘટનાને પગલે કાળો કલ્પાંત મચી ગયો હતો.