Vadodara : ડ્રગ્સના કેસમાં દોષી ગુનેગારે જેલમાંથી પેરોલ પર છૂંટી ફરી જેલમાં ન જવું પડે એ માટે ગજબનો કીમિયો અપનાવ્યો છે. ઉપરની ઇમેજમાં જમણી બાજું એ વ્યક્તિ ઉભો છે, અને ડાભી બાજું તેનું જ ડેથ સર્ટિફિકેટ છે. જાણીને તમે પણ ચોંકી જશો, પણ આ ભેજાબાજ વડોદરા સાયબર ક્રાઇમના હાથે ઝડપાઇ ગયો છે. 


વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનામાં નોંધાયેલી છેતરપિંડીની એક ફરિયાદમાં શંકાસ્પદ શખ્સની તપાસ કરતા તેની પાસે મોબાઇલ મળી આવ્યો હતો. જેમાં અભિષેક આઝાદ જૈન નામના વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ હતું. આ સર્ટિફિકેટ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ સર્ટિફિકેટ નકલી છે. જેથી અભિષેક જૈન અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક ડ્રગ્સના કેસમાં દોષિત હતો અને તેને મધ્યપ્રદેશની કોર્ટે 12 વર્ષની જેલની સજા ફટકારી હતી.


પેરોલ પર  છુટી ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવ્યું હતું
આરોપી અભિષેક જૈન આ ગુનામાં સજા ભોગવી રહ્યો હતો અને  પેરોલ પર મુક્ત થયો હતો અને તેના થોડા સમય બાદ તેના મૃત્યુનું સર્ટિફિકેટ ઇન્દોરની કોર્ટમાં રજૂ કરી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ શખ્સ પર ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા વોચ રાખવામાં આવી હતી. જેથી અભિષેક અલિરાજપુર અને વડોદરામાં છુપાઇને રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. 


પોલીસને બાતમી મળી હતી કે અભિષેક જૈન વડોદરા આવ્યો છે અને જેને આધારે  સાયબર ક્રાઇમ પોલીસે તેને ઝડપી લીધો હતો,  તેમજ ઇન્દોર પોલીસને આ અંગે માહિતી આપી કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.


પાટણમાં નકલી RC બુક કૌભાંડ ઝડપાયું
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામમાં નકલી RC બુકનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે  8 ડુપ્લીકેટ RC બુક સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પાટણ LCB અને SOG બાતમીના આધારે મોમીન અસ્ફાકના ઘરે તપાસ કરતા ડુપ્લીકેટ RC બુક બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. આરોપીઓ બેંક કે ફાયનાન્સ કંપનીએ સિઝ કરેલ વાહન અન્ય વ્યક્તિઓને વેચાણ અપાવી RC મેળવી આપવાની જવાબદારી લેતા અને અલગ અલગ જિલ્લાના પાસિંગના  વાહનોની ડુપ્લીકેટ RC બુક બનાવતા.