✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ પતિ ભરઉંઘમાં હતો ને યુવતીએ પ્રેમીને પોતાના જ ઘરમાં બોલાવીને શું કર્યું ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Feb 2018 10:25 AM (IST)
અમદાવાદઃ પતિ ભરઉંઘમાં હતો ને યુવતીએ પ્રેમીને પોતાના જ ઘરમાં બોલાવીને શું કર્યું ? જાણો વિગત
1

પૂજા અને વેદાંગને પ્રેમ સંબંધ હોવાથી તેમણે ભેગા મળીને નિલેશને મોતને ઘાટ ઉતાર્યો હોવાની રાજેશગિરીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે, તેમ આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઇ પી.બી.ચૌહાણે જણાવ્યું હતું. પૂજા વેદાંગ સાથે લગ્ન કરવા માંગતી હોઇ પતિને મારી નાંખવાનું કાવતરું ઘડ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

2

પોલીસે પાડોશમાં પૂછપરછ કરતાં પૂજા અને એપાર્ટમેન્ટમાં જ રહેતા વેદાંગ પંચાલ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની જાણ થઈ હતી. પૂજાની ઊલટતપાસમાં તેણે ગુનો કબૂલ્યો હતો. મૃતકના ભાઇએ આ બનાવ અંગે આનંદનગર પોલીસે ખૂનનો ગુનો નોંધી પત્ની અને પડોશી યુવકની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી.

3

જ્યાં ડોક્ટરે પતિનો મૃત જાહેર કર્યા હતો. બીજી તરફ મંગળવારે સવારે 6.00 વાગ્યે પૂજાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ઘરના બાથરૂમમાં લપસી જતા પતિનું મોત થવાની જાણ કરી હતી. તપાસમાં નિલેશના માથામાં 2 અને મોઢામાં 1 ઘા દેખાયો હતો. ઈજાના નિશાન જોતાં જ પોલીસ સમજી ગઇ હતી કે નિલેશની હત્યા કરાઈ છે.

4

દરમિયાન પૂજા અને વેદાંગે ભેળી મળી નીલેશપુરીનું કાસળ કાઢવાનો પ્લાન બનાવ્યો હતો. ગત સોમવારે મોડી રાતે નીલેશપુરી સૂતો હતો ત્યારે 2.30 વાગ્યે પૂજાએ પ્રેમીને બોલાવ્યો હતો. પછી બેઝબોલના ફટકા મારી અને પછી ઓશિકાથી મોઢું દબાવી પતિને ઊંઘમાં જ પતાવી દીધો હતો. પતિની હત્યા પછી પૂજાએ લોહી વાળી ચાદર અને બેઝબોલ સગેવગે કરીને સવારે પતિને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગઇ હતી.

5

આનંદનગર સ્થિત રાજ એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ જામનગરના વતની નીલેશપુરી ગોસ્વામી (ઉ.વ.૩૧)ના પૂજા સાથે પ્રેમ લગ્ન થયા હતા. પતિ અને પત્ની બન્ને આર્ટીસ્ટ હતા. તેમને લગ્ન પછી છ વર્ષનો દીકરો છે. લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે અવાર નવાર તરકાર થતી હતી. બીજી તરફ પૂજાને પડોશમાં રહેતા વેદાંગ પંચાલ સાથે પ્રેમ થયો હતો.

6

અમદાવાદઃ શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીએ પતિનું બાથરૂમમાં પડી જવાથી મોત થયું હોવાનું પોલીસને જણાવ્યું હતું. જોકે, પોલીસે યુવતીના પ્રેમપ્રકરણ મુદ્દે ઉલટ તપાસ કરતાં સમગ્ર હકિકત સામે આવી હતી. હાલ પોલીસે પ્રેમી અને યુવતીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • હોમ
  • ક્રાઇમ
  • અમદાવાદઃ પતિ ભરઉંઘમાં હતો ને યુવતીએ પ્રેમીને પોતાના જ ઘરમાં બોલાવીને શું કર્યું ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.