વિરાટે સચિન-ગાંગુલીને રાખ્યા પાછળ, ધોનીએ પણ નોંધાવ્યો રેકોર્ડ, જાણો વિગત
વિદેશમાં કેપ્ટન તરીકે વિરાટની અણનમ 160 રનની ઇનિંગ કપિલ દેવ બાદ બીજી સૌથી મોટી ઇનિંગ છે. કપિલે 1983ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે અણનમ 175 રન નોંધાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટે દ્વીપક્ષીય શ્રેણીમાં છઠ્ઠી વખત 300થી વધુ રન નોંધાવ્યા છે. જે એક રેકોર્ડ છે. વિરાટે આ મામલે રાહુલ દ્રવિડ, ક્વિંટન ડી કોક અને રોહિત શર્માને પાછળ રાખ્યા છે. આ ત્રણેય 4-4 વખત આ સિદ્ધી મેળવી છે.
વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે 12મી સદી ફટકારી. ભારત તરફથી કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ગાંગુલીના નામે હતો. ગાંગુલીએ કેપ્ટન તરીકે 11 સદી ફટકારી હતી. રિકી પોન્ટિંગ 22 સદી કેપ્ટન તરીકે લગાવી ચૂક્યો છે. જે એક રેકોર્ડ છે.
કેપટાઉનઃ ભારતે સાઉથ આફ્રિકાને કેપટાઉન વનડેમાં 124 રને હાર આપવાની સાથે જ શ્રેણીમાં 3-0ની લીડ લઈ ઇતિહાસ રચી દીધો છે. ભારત માટે ફરી એક વખત સ્પિનરોએ 8 વિકેટ ઝડપી હતી. મેચમાં કેટલાક રેકોર્ડ પણ બન્યા હતા.
ધોની વન-ડેમાં અત્યાર સુધીમાં 106 સ્ટમ્પિંગ કરી ચૂક્યો છે. જે એક વિશ્વ રેકોર્ડ છે. ધોનીએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં સ્ટમ્પિંગની સદી ફટકારી હતી. 99 સ્ટમ્પિંગ સાથે કુમાર સંગાકારા બીજા નંબર પર છે.
ધોનીએ વન-ડે ઇન્ટરનેશલમાં 400 શિકાર પૂરા કરનારો વિશ્વનો ચોથો અને ભારતનો પ્રથમ વિકેટ કિપર બન્યો છે. શ્રીલંકાનો કુમાર સંગાકારા 482 શિકાર સાથે પ્રથમ, ઓસ્ટ્રેલિયાનો એડમ ગિલક્રિસ્ટ 472 શિકાર સાથે બીજા અને સાઉથ આફ્રિકાનો માર્ક બાઉચર 424 શિકાર સાથે ત્રીજા નંબર પર છે.
કેપટાઉનમાં કેપ્ટન કોહલીએ વન-ડે કરિયરની 34મી સદી ફટકારી. આ આટલું જ નહીં આફ્રિકામાં અણનમ 160 રનની ઇનિંગ રમીને તેણે સચિને તેડુંલકરને પાછળ રાખી દીધો.
ભારત વતી સાઉથ આફ્રિકામાં સૌથી મોટી વન-ડે ઇનિંગ રમવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિનના નામે હતો. 2003 સચિને નામીબિયા સામે 152 રનની ઇનિંગ રમી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -