રાંચીઃ ઝારખંડમાં ઘરવાલી-બહારવાલીની અનોખી લવ સ્ટોરી સામે આવી છે. પતિનું લફરું અન્ય યુવતી સાથે પકડાઇ ગયા પછી બંને યુવતીએ પતિના 3-3 દિવસના વારા કર્યા હતા. જે પ્રમાણે યુવકે ત્રણ દિવસ પત્ની અને ત્રણ દિવસ પ્રેમિકા સાથે રહેવાનું હતું. તેમજ એક દિવસ તેને પોતાની મરજીથી રહેવાની છૂટ આપવામાં આવી હતી. યુવકને લગ્નથી એક દીકરી પણ છે. યુવકે પોતે અપરણીત હોવાનું કહીને પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા.


આ કેસમાં વળાંક ત્યારે આવ્યો, જ્યારે કોર્ટ તરફથી પતિની ધરપકડનું વોરન્ટ નીકળ્યું. હવે એક પત્ની પતિના બચાવમાં ઉતરી છે. પોલીસે રેડ કરી તે પહેલા જ પત્નીએ પતિને ભગાડી દીધી હતો. જ્યારે પોલીસે ધરપકડ માટે દબાણ કર્યું, તો પત્ની બચાવમાં જણાવી રહી છે કે, તેને હાજર કરવા માટે દબાણ કરાઇ રહ્યુ છે.

આ ઘટનાની વિગતો એવી છે કે, કોકર તિરિલ રોડ પર રહેતા રાજેશ મહતોનો કેસ 15 જાન્યુઆરીએ 2020માં સદર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આ સમયે પહેલી પત્ની હોવા છતા બીજી પત્ની દ્વારા નહીં રાખવાનો આરોપ લગાવ્યો હતો. પહેલી પત્ની પતિને બીજી પત્ની સાથે નહીં રહેવા દબાણ કરતી હતી. જોકે, બંને વચ્ચે તકરાર પછી બંને વચ્ચે સમાધાન થયું હતું. જેમાં ત્રણ દિવસ પતિ પહેલી પત્ની સાથે અને ત્રણ દિવસ બીજી પત્ની સાથે રહેશે. તેમજ એક દિવસ પતિને મરજી પ્રમાણે રહેવાનું સમાધાન થયું હતું. જોકે, સમાધાનનો થોડા જ દિવસોમાં અંત આવી ગયો અને બીજી પત્નીએ લગ્નનું વચન આપીને બળાત્કારના આરોપ સાથે ફરિયાદ કરી છે. આ કેસમાં કોર્ટે યુવકની ધરપકડનો વોરન્ટ ઇશ્યુ કર્યું છે. પોલીસ આરોપીને પકડવા પ્રયાસ કરી રહી છે.

નોંઘનીય છે કે, રાજેશ મહતો પત્ની અને બાળકોને છોડીને પ્રેમિકા સાથે ભાગી ગયો હતો. આ અંગે પત્નીએ સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. બીજી તરફ યુવતી જે પોતાને યુવકની બીજી પત્ની જણાવી રહી હતી, તેના પરિવારે પણ દીકરીના અપહરણની ફરિયાદ કરી હતી. આ પછી સદર પોલીસે પ્રેમિકા અને પતિને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. આ સમયે રાજેશની પત્ની સામે આવી તો તે પરણીત હોવાનો ખુલાસો થયો. જ્યારે રાજેશે કુંવારો હોવાનું કહીને યુવતીને ભગાડી હતી.

જોકે, આ સમયે પ્રેમિકાએ લગ્નનો ખુલાસો કરીને પોતાને બીજી પત્ની તરીકે સ્વીકારી હતી, પરંતુ સમાધાન પ્રમાણે ન થતાં તેણે બળાત્કારની ફરિયાદ કરી છે. પતિનું પ્રેમપ્રકરણ ખુલતા પત્ની અને પ્રેમિકા વચ્ચે ઝઘડો પણ થયો હતો. પરંતુ બંને પછી સમાધાન કરી લીધી હતું. આ સમાધાન લેખિતમાં થયું હતું. તેમજ બંનેને લખાણની કોપી પણ આપવામાં આવી હતી.