રાજકોટઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતની કમળાપુર બેઠક ભાજપના ઉમેદવારને હરાવવા ભાજપના પ્રદેશ અને જિલ્લાના નેતા કારણે થઈ હાર થઈ હોવાની પાર્ટીમાં ફરિયાદ થઈ છે. ભાજપના ઉમેદવાર રામભાઈ સાકળિયાએ કરી જિલ્લા ભાજપ પ્રમુખને અરજી આપી છે.


પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખ રામાણી અને જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણીના કારણે હર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ભરત બોધરાએ કોંગ્રેસને રૂપિયાથી લઈ તમામ સવલત પુરી પાડી હોવાનો આક્ષેપ પણ તેમણે લગાવ્યો છે. જે ગામોમાં ભાજપના આગેવાનોનું વર્ચસ્વ છે તે ગામોમાં કોંગ્રેસને લીડ નિકળી છે.

લીલપુર ગામ જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભ રામાણીનું છે. વલ્લભ રામાણીએ કોંગ્રેસ તરફી મતદાન કરાવ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે.