આ ટૂર્નામેન્ટમાં છ દેશોની ટીમ ભાગ લઈ રહી છે. ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, સાઉથ આફ્રીકા અને ઇંગ્લેન્ડની ટીમ ભાગ લેશે. ભારત તરફથી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, ઇરફાન પઠાણ, યુવરાજ સિંહ, બ્રાયન લારા, જોન્ટી રોડ્સ, કેવિટન પીટરસન, મોહમ્મદ નજીમુદ્દીન સહિત અનેક દિગ્ગજ ખઘેલાડી ભાગ લઈ રહ્યા છે. આ ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ મેચ બાંગ્લાદેશ સાથે આજે રમાશે. ત્યાર બાદ 9 અને 13 માર્ચે ભારતની મેચ અન્ય ટીમ સાથે રમાશે. આ ટૂર્નામેન્ટની સેમીફાઈનલ 17 અને 19 માર્ચે રમાશે. જ્યારે 21 માર્ચે ફાઈનલ રમાશે.
ઇન્ડિયા લીજેન્ડ્સની મેચ બાંગ્લાદેશ લીજેન્ડ્સ સાથે
ઇન્ડિયા લીજેન્ડ્સની આગેવાની સચિન તેંડુલકર જ્યારે બાંગ્લાદેશ લીજેન્ડ્સની આગેવાની મોહમ્મદ રફીકના હાથમાં હશે. ઇન્ડિયા લીજેન્ડ્સ અને બાંગ્લાદેશ લીજેન્ડ્સ ઉપરાંત શ્રીલંકા લીજેન્ડ્સ, સાઉથ આફ્રીક લીજેન્ડ્સ, વેસ્ટ ઇન્ડિઝ લીજેન્ડ્સ અને ઇંગ્લેન્ડ લીજેન્ડ્સની ટીમ પણ તેમાં ભાગ લઈ રહી છે.
રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝની શરૂઆત વિતેલા વર્ષે થઈ હતી, પરંતુ કોવિડ-19 મહામારીને કારણે ટૂર્નામેન્ટને સ્થગિત કરવામાં આવી હતી અને તેની ચાર મેચ જ રમાઈ હતી. ઇન્ડિયા લીજેન્ડ્સે ત્યારે શાનદાર શરૂઆત કરી હતી અને સતત બે મેચમાં જીત મેળવી હતી.
ટીમ (સંભવિત)
ઇન્ડિયા લીજેન્ડ્સઃ સચિન તેંડુલકર (કેપ્ટન), વીરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, મોહમ્મદ કૈફ, યુસૂફ પઠાણ, નમન ઓઝા, ઝહીર ખાન, પ્રજ્ઞાન ઓઝા, નોએલ ડેવિડ, મુનાફ પટેલ, ઇરફાન પઠાણ, મનપ્રીત ગોની, એસ બદ્રીનાથ અને વિનય કુમાર.
બાંગ્લાદેશ લીજેન્ડ્સઃ મોહમ્મદ રફીક (કેપ્ટન), ખાલિદ મહમૂદ, મોહમ્મદ શરીફ, મુશ્ફિકુર રહમાન, મૈમૂન રાશીદ, નફીસ ઇકબાલ, અબ્દુર રજ્જાખ, ખાલિદ મશૂદ, હનન સરકાર, જાવેદ ઉમર, રાજિન સાલેહ, મેહરાબ હુસૈન, આફતાબ અહમદ, આલમગીર કબીર.