Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
ટ્રમ્પે કર્યું સ્ટેટ ઓફ ધ યુનિયનને પ્રથમ સંબોધન, કહ્યું- મેરિટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમનો આવી ગયો છે સમય
એપલ અમેરિકામાં 350 બિલિયન ડોલરનું રોકાણ કરશે અને 20 હજાર લોકોને નોકરી આપશે. અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રતા બનાવી રાખવા અમે અનેક પગલાં ભર્યા છે. અમે વીઝા એકાઉન્ટેબિલિટી બિલ પણ પાસ કરી દીધું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રમ્પે કહ્યું કે, ચાર લોકોના પરિવાર 75 હજાર ડોલરની કમણી કરતો હશે તો તેમનું ટેક્સ બિલ 2000 ડોલર સુધી ઘટશે એટલે કે ટેક્સ લગભગ અડધો થઈ જશે. અમે ઓબામાકેરને પણ ખતમ કરી દીધું છે.
તેમણે એમ પણ કહ્યું કે, નાના બિઝનેસમેનને ફાયદો થઈ શકે તે માટે અમે અનેક ટેક્સમાં ઐતિહાસિક ઘટાડો કર્યો છે. આપણે પરસ્પર મતભેદો ભૂલીને લોકોના હિતો માટે કામ કરવું જોઈએ, કારણકે લોકોની સેવા માટે જ આપણી પસંદગી કરવામાં આવી છે.
ટ્રમ્પે દાવો કર્યો કે, 45 વર્ષમાં બેરોજગારી સૌથી ઘટી છે. આ વાતનો મને ગર્વ છે. અમે છેલ્લા એક વર્ષમાં ઘણું હાંસલ કર્યું છે. અમેરિકામાં રિટાયરમેન્ટ પેન્શન અને રિટાયરમેન્ટ સેવિંગ્સમાં ઘણો વધારો થયો છે.
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટેટ ઓફ ધ યુનિયનમાં તેમના પ્રથમ સંબોધનમાં કહ્યું કે, અમેરિકન નાગરિકો વિશ્વમાં સૌથી વધારે સુરક્ષિત છે. અમેરિકા વધારે મજબૂત થયું છે. હવે મેરિટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમને અમલી બનાવવાનો સમય આવી ગયો છે. અમે અમેરિકાને વધુ મહાન બનાવવા અનેક પગલાં ભર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -