Brittany Lauga drugged in Queensland: ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડના સાંસદ બ્રિટની લાઉગાએ દાવો કર્યો છે કે, તેણે તેને ડ્રગ્સ આપીને તેનું યૌન શોષણ કર્યું હતું. બ્રિટની લાઉગાએ સોશિયલ મીડિયા પર તેની સાથે બનેલી આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ ઘટના તેમની સાથે તેમના પોતાના મતવિસ્તાર યેપ્પૂનમાં નાઈટ આઉટ દરમિયાન બની હતી.


બ્રિટની લાઉગા આસિસ્ટન્ટ હેલ્થ મિનિસ્ટર પણ છે. પોતાની પોસ્ટમાં તેણે લખ્યું છે કે, મારી સાથે જે ઘટના બની છે તે કોઈ બીજા સાથે પણ બની શકે છે. અને સૌથી દુઃખની વાત એ છે કે આ પ્રકારની ઘટના આપણામાંથી ઘણા લોકો સાથે બને છે.


ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર 28 એપ્રિલે બનેલી ઘટના બાદ 37 વર્ષીય સાંસદ પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા અને પછી હૉસ્પિટલ ગયા. ઓસ્ટ્રેલિયન પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ ઘટનાની તપાસ શરૂ કરી છે.


બ્રિટની લાઉગાએ કહ્યું કે હૉસ્પિટલમાં ટેસ્ટ દરમિયાન મારા શરીરમાં ડ્રગ્સની હાજરીની પુષ્ટિ થઈ હતી, જોકે મેં દવાઓ લીધી ના હતી. સાંસદે કહ્યું કે ડ્રગ્સની તેમના પર ઘણી અસર થઈ છે. તેણે દાવો કર્યો હતો કે અન્ય ઘણી મહિલાઓએ તેનો સંપર્ક કર્યો હતો. કદાચ તેને પણ ડ્રગ્સ આપવામાં આવ્યું હશે.


સાંસદ બ્રિટની લાઉગાએ કહ્યું કે, અમે અમારા શહેરમાં પણ સુરક્ષિત નથી અને આવી ઘટના બને તો બહાર જવું યોગ્ય નથી. પોલીસે જણાવ્યું હતું કે રિપોર્ટ નોંધવામાં આવ્યો છે અને અમે ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છીએ.


ઘટના ચોંકાવનારી- મંત્રી 
ક્વિન્સલેન્ડ હાઉસિંગ મિનિસ્ટર મેઘન સ્કેનલોને આરોપોને આઘાતજનક અને ભયાનક ગણાવ્યા હતા. સ્કેનલોને કહ્યું કે બ્રિટની લાઉગાની ક્વિન્સલેન્ડ સંસદમાં એક સહકર્મી, એક મિત્ર, એક યુવતી છે અને આ વાંચવા માટે ખરેખર ચોંકાવનારી બાબતો છે. સ્કેનલોને કહ્યું કે અમે સ્વીકારી શકતા નથી કે અમારી મહિલાઓ ઘરેલું, પારિવારિક અને જાતીય હિંસાનો ભોગ બને છે. તેમણે વધુમાં કહ્યું કે અમારી સરકાર મહિલાઓની સુરક્ષા અને હિંસા રોકવા માટે સતત પ્રયાસો કરતી રહેશે.