આટલા અમીર છે મુકેશ અંબાણીના થનારા વેવાઈ, જાણો શું છે તેમનો બિઝનેસ
રસેલ મહેતા દક્ષિણ મુંબઈમાં રહે છે. ઑપેરા હાઉસમાં આવેલા બી. અરુણકુમાર એન્ડ કૉ.ના સહસ્થાપક અરુણકુમાર રમણિકલાલ મેહતાના તેઓ પુત્ર છે. હુરુનના 2015ની યોદીમાં મુકેશ અંબાણી ભારતના ધનાઢ્યોની યાદીમાં ટોચ પર હતા, જ્યારે રસેલ મહેતા આ યાદીમાં 229મા ક્રમે હતા. જોકે 2016 અને 2017ના ધનાઢ્યોની યાદીમાં તેમનો સમાવેશ થયો નહોતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘રોઝી બ્લૂ’ની બે કંપનીઓ છે, જેમાંથી એક ઇન્ડિયા રોઝી બ્લૂ અને બીજી વિશ્વના અન્ય 12 દેશોમાં બિઝનેસ કરી રહી છે. ‘ઇકોનોમિક ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, રોઝી બ્લૂ ‘ફેમિલી કોર્પોરેશન’ છે, જેમાં તમામ પ્રોફેશનલને ટ્રેઇન્ડ કરવામાં આવ્યા છે. 2011-12માં આ કંપનીનું ટર્નઓવર લગભગ 4000 કરોડ રૂપિયા હતું.
રસેલ મહેતા અને મોના મહેતાને ત્રણ સંતાનો છે, જેમાં શ્લોકા સૌથી નાની છે.
બેલ્જિયમ બેસ્ડ ‘રોઝી બ્લૂ’ મહેતા પરિવારની કંપની છે અને તેની દુનિયાની દિગ્ગજ ડાયમંડ જ્વેલરી કંપનીઓમાં ગણના થાય છે. તેમની રિટેલ ડાયમંડ જ્વેલરી ચેઇન ઑરા (Orra) છે. વર્ષ 1973માં રસેલ મહેતાએ ‘રોઝી બ્લૂ’ની કમાન સંભાળ્યા બાદ તેને નવાં શિખરોએ પહોંચાડી દીધી હતી. તેમણે પોતાનું ગ્લોબિલ ડિસ્ટ્રિબ્યુશન અને ડાયમંડ સોર્સિંગ પણ વધાર્યું.
નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની દાકરી આકાશ અંબાણી વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે. તેના લગ્ન હીરા કારોબારી અને રોજી બ્લૂના માલિક રસેલ મેહાતની દીકરી શ્લોકા મેહતા સાથે થવા જઈ રહ્યા છે. મુકેશ અંબાણી પોતાના થનારા વેવાઈ કરતાં અનેક ગણા અમીર છે. હુરુનની 2015ના અહેવાલ અનુસાર મુકેશ અંબાણી જ્યાં ભારતના અમીરોની યાદીમાં પ્રથમ સ્થાન પર છે તો રસેલ મેહાત 229માં નંબર પર હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -