અમદાવાદ:  ઈજનેરી અને ફાર્મસી માટે 1.10 લાખ વિદ્યાર્થી આજે ગુજકેટની પરીક્ષા આપશે. ધોરણ-12 સાયન્સ પછીના ઈજનેરી અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટ લેવાય છે. પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં 520 જેટલા સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે. ગુજકેટ સવારના 10 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. ગુજકેટ પરીક્ષામાં બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે. જેમાં ભૌતિક વિજ્ઞાનના 40 ગુણના 40 પ્રશ્નો, રસાયણ વિજ્ઞાનના 40 ગુણના 40 પ્રશ્નો, જીવ વિજ્ઞાનના 40 ગુણના 40 પ્રશ્નો અને ગણિતમાં 40 ગુણના 40 પ્રશ્નો રહેશે. પરીક્ષા સેન્ટર ઉપર પ્રવેશ અગાઉ વિદ્યાર્થીઓના કેલ્ક્યુલેટર તપાસવામાં આવ્યા. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લઈ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સેન્ટર ઉપર પણ કોઈ ગેરરીતિ ન થાય તે માટે શિક્ષકોને ખાસ સૂચનાઓ અપાઈ છે.


તો બીજી તરફ રાજકોટમાં અલગ અલગ 38 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ પહોંચ્યા છે. અલગ અલગ કેન્દ્ર 7706 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આજે કુલ ચાર પેપર લેવામાં આવશે. જેમાં ફિજિકસ, કેમેસ્ટ્રી,બાયોલોજી અને મેથ્સના પેપર લેવામાં આવશે.


ગુજરાતી સહિત વિવિધ ભાષાનું જ્ઞાન હોય તો સુપ્રીમ કોર્ટમાં નોકરી માટે કરો અરજી


SC Recruitment 2022: જો તમારી પાસે વિવિધ ભાષાનું જ્ઞાન હોય તો સુપ્રીમ કોર્ટમાં નોકરી માટે અરજી કરી શકો છો. સુપ્રીમ કોર્ટમાં કોર્ટ આસિસ્ટન્ટ (જૂનિયર ટ્રાન્સલેટર)ની પદ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પડ્યું છે. અરજી પ્રક્રિયા 18 એપ્રિલથી શરૂ થઈ છે. અરજી કરવાની અંતિમ તારીખ 14 મે, 2022 છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાદો અરજી કરવા માટે સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ sci.gov.in પર અરજી કરી શકે છે.


મહત્વપૂર્ણ તિથિ


ઓનલાઈન અરજી શરૂ થયાની તારીખઃ 18 એપ્રિલ
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખઃ 14 મે


વેકેન્સી ડિટેલ


આ ભરતી અભિયાન હેઠળ ટ્રાન્સલેટરના 25 પદ ભરવામાં આવશે. જેમાં અંગ્રેજીથી બંગાળી ટ્રાન્સલેટરના 2 પદ, અંગ્રેજીથી તેલુગુના 2 પદ, અંગ્રેજીથી ગુજરાતીના 2 પદ, અંગ્રેજીથી ઉર્દૂના 2 પદ, અંગ્રેજીથી મરાઠીના 2 પદ, અંગ્રેજીથી તમિલના 2 પદ, અંગ્રેજીથી મલયાલમના 2 પદ, અંગ્રેજીથી મણિપુરીના 2 પજ, અંગ્રેજીથી ઉડિયાના 2 પદ, અંગ્રેજીથી પંજાબીના 2 પદ અને અંગ્રેજીથી નેપાળીના 1 પદ પર ભરતી કરવામાં આવશે.


શૈક્ષણિક યોગ્યતા


ટ્રાન્સલેટરના પદ પર અરજી કરનારા ઉમેદવારો પાસે અંગ્રેજી અને સંબંધિત સ્થાનિક ભાષામાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ઉપારંત અંગ્રેજીથી સ્થાનિક ભાષામાં અનુવાદ કાર્યમાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ. ઉમેદવારોએ સ્થાનિક ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદ પણ કરવો પડશે. પસંદગી પ્રક્રિયા સંબંધિત જાણકારી માટે ઉમદેવાર sci.gov.in પર જઈ શકે છે. ઉમેદવારો આ વેબસાઇટ પર તમામ માહિતી જોઈ શકે છે.


પગાર ધોરણ


આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 44,900 રૂપિયા વેતન મળશે. ઉમેદવારોની વય 1 જાન્યુઆરી, 2021ના રોજ 32 વર્ષથી વધારે ન હોવી જોઈએ.


Education Loan Information:

Calculate Education Loan EMI