Army School Admission :  દેશમાં ઘણી પ્રકારની નેશનલ મિલિટ્રી સ્કૂલ છે. જેમાં બાળકોને ભણાવવાનો લોકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આવી જ એક આર્મી સ્કૂલ છે નેશનલ મિલિટ્રી સ્કૂલ. દેશમાં કુલ પાંચ નેશનલ મિલિટ્રી સ્કૂલો છે. કર્ણાટકના બેંગલુરુ, હિમાચલ પ્રદેશના ચૈલ, બેલગામ અને રાજસ્થાનના ધૌલપુર અને અજમેરમાં. પ્રથમ નેશનલ મિલિટ્રી સ્કૂલની સ્થાપના વર્ષ 1925માં જાલંધર કેન્ટમાં કરવામાં આવી હતી. તેનો પાયો 1922 માં પ્રિન્સ ઓફ વેલ્સ દ્વારા નાખવામાં આવ્યો હતો. જે વર્ષ 1960માં ચૈલ, શિમલામાં શિફ્ટ થઈ હતી. આ પછી 1930માં અજમેર, 1945માં બેલગામ અને પછી 1946માં બેંગલુરુમાં શરૂ થઇ હતી. આઝાદી પછી વર્ષ 1962માં રાજસ્થાનના ધૌલપુરમાં પાંચમી નેશનલ મિલિટ્રી સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી.


દેશના ઘણા મહાન લોકોએ આ શાળાઓમાંથી અભ્યાસ કર્યો છે. અગાઉ આ શાળાઓમાં માત્ર લશ્કરી જવાનોના બાળકોને જ પ્રવેશ આપવામાં આવતો હતો. પરંતુ આઝાદી પછી વર્ષ 1952માં તેમાં નાગરિકો માટે છૂટ આપવામાં આવી હતી. નેશનલ મિલિટ્રી સ્કૂલો આર્મીની A શ્રેણીની સંસ્થાઓ હેઠળ આવે છે. જેઓ ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ટ્રેનિંગ હેઠળ કામ કરે છે. ચાલો જાણીએ કે આ શાળાઓમાં કેવી રીતે પ્રવેશ મેળવવો અને કેટલી ફી છે.


પ્રવેશ કેવી રીતે મેળવવો


નેશનલ મિલિટ્રી સ્કૂલોમાં ધોરણ છ અને ધોરણ નવમાં પ્રવેશ આપવામાં આવે છે. આ માટે પ્રવેશ પરીક્ષા છે. જેમાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. ધોરણ 6માં પ્રવેશ માટે 31મી માર્ચના રોજ વિદ્યાર્થીની ઉંમર 10 વર્ષથી ઓછી અને 12 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેવી જ રીતે ધોરણ 9માં પ્રવેશ માટે ઉંમર 13 વર્ષથી ઓછી અને 15 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ધોરણ 6 થી 8 સુધી છોકરાઓ અને છોકરીઓ બંનેને પ્રવેશ આપવામાં આવે છે પરંતુ ધોરણ 9 માં ફક્ત છોકરાઓને જ પ્રવેશ આપવામાં આવે છે. વધુ માહિતી માટે તમે નેશનલ મિલિટ્રી સ્કૂલોની સત્તાવાર વેબસાઇટ https://www.rashtriyamilitaryschools.edu.in/ ની મુલાકાત લઈ શકો છો.                                                                                   


Education Loan Information:

Calculate Education Loan EMI