Nainital Bank Recruitment: બેંકમાં નોકરી કરવાની ઈચ્છા રાખતાં લોકો માટે શાનદાર સમાચાર છે. નૈનીતાલ બેંક લિમિટેડે મેનેજમેન્ટ ટ્રેની અને ક્લાર્કના ખાલી પદો ભરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત આ પદો ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. બેંક  ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલુ છે અને અરજી કરવાની અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર નૈનીતાલ બેંકની સત્તાવાર વેબસાઇટ www.nainitalbank.co.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો. યોગ્ય અને પાત્ર ઉમેદવાર જલદીથી આ પદો માટે અરજી કરે. જેમ તારીખ નજીક આવશે તેમ સાઇટ પર લોડ વધી શકે છે અને અરજી કરવામાં મુશ્કેલી આવી શકે છે.


નૈનીતાલ બેંક ભરતી ખાલી જગ્યા વિગતો


નોટિફિકેશન મુજબ 100 ખાલી જગ્યાઓ ભરવા માટે આ ભરતી ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. જેમાંથી 50 ખાલી જગ્યાઓ મેનેજમેન્ટ ટ્રેઈનીઝની જગ્યા માટે છે અને 50 ખાલી જગ્યાઓ ક્લાર્કની પોસ્ટ માટે છે.


નૈનીતાલ બેંક ભરતી વય મર્યાદા


નોટિફિકેશન અનુસાર ઉમેદવારોની ઉંમર 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.


નૈનીતાલ બેંક ભરતી શૈક્ષણિક લાયકાત


શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે સ્નાતક / અનુસ્નાતક હોવા જોઈએ. ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું આવશ્યક છે.


નૈનીતાલ બેંક ભરતી અરજી ફી


અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ મેનેજમેન્ટ ટ્રેઇની અને ક્લાર્કની જગ્યા માટે અરજી ફી તરીકે રૂ. 1500 ચૂકવવાના રહેશે.


નૈનીતાલ બેંક ભરતી માટે કેવી રીતે અરજી કરવી


નૈનીતાલ બેંકની સત્તાવાર વેબસાઇટ nainitalbank.co.in ની મુલાકાત લો.


હોમપેજ પર રિક્રુટમેન્ટ ટેબ પર ક્લિક કરો.


અરજી ફોર્મ ભરો.


અરજી ફી ચૂકવો.


દસ્તાવેજોની સ્કેન કરેલી નકલ અપલોડ કરો.


ભવિષ્યના સંદર્ભ માટે તમારી પાસે હાર્ડ કોપી રાખો.


આ પણ વાંચોઃ UP Elections 2022: પ્રથમ તબક્કાના મતદાન પહેલા CM યોગીએ ટ્વીટ કરી  PM મોદી સાથેની તસવીર, કહી આ વાત


Education Loan Information:

Calculate Education Loan EMI