BOB Recruitment: બેંકમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. બેંક ઓફ બરોડાએ એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસરની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી કરી છે. યોગ્યતા પાત્ર ઉમેદવારો બેંક ઓફ બરોડાની સત્તાવાર સાઈટ bankofbaroda.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2022 છે. આ ભરતી અભિયાન અંતર્ગત બેંક અમદાવાદ, રાજકોટ સહિત વિવિધ શહેરોમાં 26 જગ્યાઓ ભરશે.


કયા શહેરોમાં કરાશે ભરતી



  • પટના: 4 પોસ્ટ્સ

  • ચેન્નાઈ: 3 પોસ્ટ્સ

  • મેંગલુરુ: 2 પોસ્ટ

  • નવી દિલ્હી: 1 પોસ્ટ

  • રાજકોટ: 2 પોસ્ટ્સ

  • ચંડીગઢ: 4 પોસ્ટ

  • એર્નાકુલમ: 2 પોસ્ટ્સ

  • કોલકાતા: 3 પોસ્ટ્સ

  • મેરઠ: 3 પોસ્ટ્સ

  • અમદાવાદ: 2 પોસ્ટ્સ


આવશ્યક શૈક્ષણિક લાયકાત


જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા માગે છે તેમની પાસે નોટિફિકેશનમાં આપવામાં આવેલ સંબંધિત વિષયોમાં 4-વર્ષની ડિગ્રી (સ્નાતક) હોવી જોઈએ.


વય મર્યાદા


ઉમેદવારની વય મર્યાદા 25 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.


પસંદગી પ્રક્રિયા


ઉમેદવારની પસંદગી શોર્ટલિસ્ટિંગ અને પર્સનલ ઈન્ટરવ્યુ (PI)ના અનુગામી રાઉન્ડ અને/અથવા કોઈપણ અન્ય પસંદગી પદ્ધતિ પર આધારિત હશે. બેંક કોઈપણ માપદંડ, પસંદગીની રીત અને અંતિમ ફાળવણી વગેરેમાં ફેરફાર (રદ/સંશોધિત/ઉમેરવા)નો અધિકાર અનામત રાખે છે.


અરજી ફી ભરવાની રહેશે


અરજી ફી જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે રૂ. 600 અને SC, ST, PWD અને મહિલા ઉમેદવારો માટે રૂ. 100 છે. ઉમેદવારો અન્ય કોઈપણ પ્રકારની માહિતી માટે સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.


આ પણ વાંચોઃ


CBSE Term 2 Exams 2022: CBSE ધોરણ 10 અને 12ની ટર્મ-2 ની પરીક્ષાઓ માટે માર્ગદર્શિકા જાહેર, જાણો એડમિટ કાર્ડ ક્યારે જારી થશે


CBSE ટર્મ 2 બોર્ડ પરીક્ષામાં 95% મેળવવા ઈચ્છતા હોય તો આ ટીપ્સ કરો ફોલો


Education Loan Information:

Calculate Education Loan EMI