Bank recruitment 2022: બેંક ઓફ મહારાષ્ટ્રે સ્કેલ II અને સ્કેલ III પ્રોજેક્ટ 2022-23 માં જનરલિસ્ટ ઓફિસરની ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.  ઉમેદવારો 22 ફેબ્રુઆરી સુધી સત્તાવાર વેબસાઇટ bankofmaharashtra.in પર અરજી કરી શકે છે. કુલ 500 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેમાંથી 400 જગ્યાઓ જનરલિસ્ટ ઓફિસર સ્કેલ II પોસ્ટ્સ અને 100 જનરલિસ્ટ ઓફિસર સ્કેલ III પોસ્ટ્સ માટે છે.


જનરલિસ્ટ ઓફિસર સ્કેલ II ની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 31મી ડિસેમ્બર 2021ના રોજ 25 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તે જ રીતે સ્કેલ III ની જગ્યાઓ માટે ઉમેદવારની ઉંમર 25 થી 38 વર્ષની હોવી જોઈએ. સરકારના નિયમો મુજબ અનામત વર્ગ માટે છૂટછાટ આપવામાં આવી છે.


બેંક ઓફ મહારાષ્ટ્ર ભરતી 2022: કેવી રીતે અરજી કરવી


સ્ટેપ- 1: સૌ પ્રથમ ઉમેદવારોએ બેંક ઓફ મહારાષ્ટ્રની સત્તાવાર વેબસાઇટ પર કરિયર પેજ પર જાવ.


સ્ટેપ-2: સ્કેલ II અને સ્કેલ III પ્રોજેક્ટ 2022-23 માં જનરલિસ્ટ ઓફિસર માટે વેબસાઇટ પર આપેલ ઑનલાઇન અરજી લિંક પર ક્લિક કરો.


સ્ટેપ-3: ઉમેદવાર માંગવામાં આવેલી માહિતી આપો અને તેને સબમિટ કરો.


 


ઉમેદવાર 60% ગુણ સાથે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતક હોવો જોઇએ.  આ સિવાય SC/ST/OBC/PWBD માટે 55% માર્કસ હોવા જરૂરી છે. આ પદો માટે ઉમેદવારો પાસેથી 3 થી 5 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશન જોવો.


જનરલિસ્ટ ઓફિસર સ્કેલ II ની જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને રૂ. 48170 થી 69810 સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે અને જનરલિસ્ટ ઓફિસર સ્કેલ III ના ઉમેદવારોને રૂ. 63840 થી 78230 સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે.


 


Education Loan Information:

Calculate Education Loan EMI