Karnataka : ગુજરાત બાદ કર્ણાટકના શાળાના અભ્યાસક્રમમાં પણ ભગવતદ્દગીતાને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યના શિક્ષણ મંત્રી બી.સી. નાગેશે શુક્રવારે આ બાબતનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું કે ભગવતદ્દગીતા માત્ર હિંદુઓ માટે નથી, તે બધા માટે છે. નિષ્ણાતોના મતે તે શાળામાં ભણાવવું જરૂરી છે.


શું કહ્યું  શિક્ષણ મંત્રી બી.સી. નાગેશે? 
કર્ણાટકના શિક્ષણ મંત્રી બી.સી. નાગેશે કહ્યું કે ભગવતદ્દગીતા માત્ર હિંદુઓ માટે નથી, તે બધા માટે છે. નિષ્ણાતોના મતે તે શાળામાં ભણાવવું જરૂરી છે. શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞોની એક સમિતિ બનાવવી પડશે. આ સમિતિ નૈતિક શિક્ષણમાં કયા વિષયો હોવા જોઈએ તે નક્કી કરશે. ભગવતદ્દગીતા હોય, રામાયણ હોય કે મહાભારત હોય, બાળકો પર સારી છાપ પડે તેના પર શિક્ષણ શરૂ કરવામાં આવશે  છે.


ગુજરાતમાં અભ્યાસક્રમમાં ભગવતદ્દગીતા
અગાઉ, ગુજરાતની ભાજપ સરકારે ધોરણ 6-12 માટે શાળાના અભ્યાસક્રમમાં ભગવતદ્દગીતાનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ એક દિવસ પહેલા જ ભગવદ ગીતાને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.


ગુરુવારે ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે, હવે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવા પ્રાથમિક શાળાથી જ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે.  રાજયના શિક્ષણ વિભાગે આ અંગે પરીપત્ર બહાર પાડ્યો છે. નોંધનિય છે કે, નવી રાષ્ટ્રીયશિક્ષણ નિતિ અનુસાર શ્રીમદ ભગવતદ્દગીતાના સિદ્ધાંતો  અને મુલ્યોના પરીચય કરાવતા અભ્યાસક્રમ ભણાવાશે.


વેદ વ્યાસ દ્વારા લખાયેલી ભગવતદ્દગીતા, જેને ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મહાભારત યુદ્ધની શરૂઆત પહેલા ભગવાન કૃષ્ણ અને પાંડવ રાજકુમાર અર્જુન વચ્ચેની વાતચીતનું વર્ણન કરે છે. ગ્રંથ એ મહાકાવ્ય મહાભારતનો એક ભાગ છે, જે વ્યાસ દ્વારા લખાયેલ છે.


Education Loan Information:

Calculate Education Loan EMI