BIS Recruitment 2022: BISમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ Cમાં કુલ 337 જગ્યાઓની ભરતી માટે નોટિસ બહાર પાડી છે.  બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત (No.02/2022) અનુસાર, ગ્રુપ C સ્ટેનોગ્રાફર, વરિષ્ઠ સચિવાલય સહાયક, જુનિયર સચિવાલય સહાયક, બાગાયત સુપરવાઈઝર, ટેકનિકલ સહાયક (લેબ), સુથાર, વેલ્ડર, પ્લમ્બર, ફિટર, ટર્નર અને ઇલેક્ટ્રિશિયનની ભરતી કરવામાં આવશે. ગ્રુપ બીમાં વ્યક્તિગત સહાયક, સહાયક વિભાગ અધિકારી અને સહાયક (CAD) ની જગ્યાઓ છે. ગ્રુપ Aની જગ્યાઓમાં મદદનીશ નિયામક અને નિયામકની જગ્યાઓ છે.


 BIS ભરતી 2022 અરજી પ્રક્રિયા


BIS દ્વારા જાહેરાત કરાયેલ ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ Cની જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સની સત્તાવાર વેબસાઇટ bis.gov.in પર ઉપલબ્ધ ઓનલાઈન અરજી ફોર્મ દ્વારા અરજી કરી શકશે. અરજીની પ્રક્રિયા 19મી એપ્રિલથી શરૂ થશે અને ઉમેદવારો 9મી મે 2022 સુધી તેમની અરજી ઓનલાઈન સબમિટ કરી શકશે. નોટિસમાં જણાવ્યા મુજબ BIS અન્ય કોઈપણ મોડમાં અરજી સ્વીકારશે નહીં તેની નોંધ લે.


 BIS દ્વારા 19 એપ્રિલે અરજી પ્રક્રિયાની શરૂઆત સાથે વિગતવાર ભરતી નોટિફિકેસન જારી કરવામાં આવશે, જેના દ્વારા ઉમેદવારો પાત્રતા તેમજ પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો જોઈ શકશે. વધુમાં, ઉમેદવારોએ BISની અધિકૃત વેબસાઈટ સિવાયના કોઈપણ પોર્ટલ પર અરજી કરવી જોઈએ નહીં.


આ પણ વાંચોઃ


CBSE Term 2 Exam Tips: પરીક્ષામાં બચ્યા છે માત્ર 10 દિવસ, જાણો કેવી રીતે કરશો તૈયારી, આ રહી ખાસ ટિપ્સ


ભારતમાં હેડ ક્વાર્ટર ખોલશે આ અમેરિકન ઈલક્ટ્રિક વ્હીકલ કંપની, શરૂ કરી ભરતી


Coronavirus: ભારતે કોરોના મૃત્યુદરનો અંદાજ લગાવવા WHO ની પદ્ધતિ પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું


Russia Ukraine War: રશિયન હુમલામાં મારિયુપોલ સહિત અનેક શહેર થયા લોહીલુહાણ, ઝેલેન્સકીએ કરી આ અપીલ


IPL 2022: ગર્લફ્રેન્ડે પૂછ્યું હું કે આઈપીએલ.... બાદ મુંબઈ અને લખનઉની મેચમાં પોસ્ટર બતાવીને શખ્સે આપ્યો આ જવાબ


IPL 2022, DC vs RCB: કોહલી હવામાં છલાંગ લગાવી એક હાથે પકડ્યો અકલ્પનીય કેચ, જોઈને અનુષ્કા પણ થઈ ગઈ ખુશ, જુઓ વીડિયો


Education Loan Information:

Calculate Education Loan EMI