CBSE 10 class Term 1 Result 2022: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 11 માર્ચે ધોરણ 10 ટર્મ 1 નું પરિણામ  જાહેર કર્યું છે. પરંતુ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર તેમના પરિણામો જોઇ શકશે નહીં. રિપોર્ટ અનુસાર, CBSEએ મેઇલ દ્વારા પરિણામ શાળાઓને મોકલી દીધું છે. વિદ્યાર્થીઓ તેમની સંબંધિત શાળાઓનો સંપર્ક કરી શકે છે અને પોતાનું સ્કોર કાર્ડ જોઇ શકશે. સ્કોરકાર્ડમાં વિદ્યાર્થીઓના વિષયવાર ગુણની વિગતો હોઈ શકે છે. શાળા સત્તાવાળાઓ સત્તાવાર શિક્ષણ મેઈલ આઈડી દ્વારા પરિણામ ચકાસી શકે છે. 






આ વખતે CBSEએ સત્તાવાર વેબસાઇટ પર પરિણામ જાહેર કર્યું નથી. અગાઉ એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે પરિણામ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. શાળાઓ વિદ્યાર્થીઓનું પરિણામ ડાઉનલોડ કરી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં 10મી ટર્મ 1 ના પરિણામો પણ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. છેલ્લા ઘણા દિવસોથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર પરિણામ જાહેર કરવાની માંગ કરી રહ્યા હતા. જે બાદ CBSE એ વિદ્યાર્થીઓના પરિણામો શાળાઓને (CBSE ટર્મ 1 10મું પરિણામ) મેઇલ દ્વારા મોકલી આપ્યા છે.


CBSEએ ધોરણ 12ની ટર્મ-2ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું


 કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે ધોરણ 12ની ટર્મ 2ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. 26 એપ્રિલથી આ પરીક્ષા શરુ થશે. આ પહેલાં 5 જુલાઈના રોજ CBSEએ જાહેર કર્યું હતું કે, 2022ની બોર્ડની પરીક્ષા બે ટર્મમાં યોજાશે જેમાં ટર્મ 1ની પરીક્ષા પુર્ણ થઈ ચુકી છે ત્યારે હવે ટર્મ-2ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. આ જાહેર થયેલા કાર્યક્રમ પ્રમાણે 26 એપ્રિલ 2022થી ધોરણ 12ની પરીક્ષાઓ શરુ થશે. વિવિધ પ્રવાહો અને વિવિધ વિષયોની આ પરીક્ષા 15 જુન 2022 સુધી ચાલશે. પરીક્ષાના બધા પેપરનો સમય સવારે 10.30નો રાખવામાં આવ્યો છે જે વિષય પ્રમાણે 11.30થી 12.30 સુધીનો રહેશે.


પરીક્ષા દરમ્યાન બોર્ડે કોરોના નિયમોના પાલન કરવા માટે સુચના આપી છે. જેમાં કહેવાયું છે કે, માતા-પિતા પોતાના બાળકને કોરોના નિયમના પાલન માટે સુચનાઓ આપશે. આ સાથે વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમ્યાન સેનેટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. વધુ વિગતો માટે www.cbse.gov.in સાઈટ પર અપડેટ જોવા માટે બોર્ડ દ્વારા કહેવાયું છે.


Education Loan Information:

Calculate Education Loan EMI