UP Election 2022: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર સત્તા મેળવી છે. 2022ની યુપી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી ગઠબંધનને બે તૃતિયાંશથી વધુ બેઠકો મળી છે. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીની પ્રથમ ટર્મ સમાપ્ત થઈ ગઇ છે અને તેમણે લખનઉમાં રાજભવન ખાતે રાજ્યપાલ આનંદીબેન પટેલને ઔપચારિક રીતે રાજીનામું સુપરત કર્યું હતું. યોગી આદિત્યનાથના શપથગ્રહણ સમારોહની તારીખ લઇને સસ્પેન્સ યથાવત છે.
રાજીનામું આપતા પહેલા મુખ્યમંત્રીએ ટ્વીટ દ્વારા તમામ ચૂંટાયેલા વિધાનસભા સભ્યોને અભિનંદન આપ્યા હતા અને લખનઉમાં કેબિનેટની બેઠક પણ યોજાઈ હતી. 2022ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ યોગી અને તમામ કેબિનેટ સભ્યોની આ પ્રથમ બેઠક હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા, કેબિનેટ મંત્રી બ્રિજેશ પાઠક, મંત્રી લાલજી ટંડન અને મંત્રી અનિલ રાજભર પણ હાજર હતા.
ભાજપ બીજી વખત જંગી બહુમતી સાથે જીત્યો
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં બીજેપીએ બીજી વખત જંગી બહુમતી સાથે જીત મેળવી છે. આ વખતે ચૂંટણી પરિણામો દર્શાવે છે કે રાજ્યની જનતા સીએમ યોગીના કામથી સંતુષ્ટ છે અને ફરી એકવાર રાજ્યની કમાન સોંપવા માટે તૈયાર છે. ભારતીય જનતા પાર્ટીએ તેના સાથી પક્ષો સાથે મળીને 273 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી છે. ભાજપને 41.29 ટકા વોટ મળ્યા જ્યારે સમાજવાદી પાર્ટીને 32.03 ટકા વોટ મળ્યા. જ્યારે બહુજન સમાજ પાર્ટીને 12.88 ટકા વોટ મળ્યા છે. યુપીમાં સમાજવાદી પાર્ટી 111 સીટો જીતીને મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે.
Paytm : પેટીએમ પેમેન્ટ બેન્ક પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે સમગ્ર મામલો
નેવિગેશન માટે નહીં હોય ઇન્ટરનેટ તો પણ ચાલશે Google Maps, જાણો તેના માટે શું છે ટ્રિક્સ........
Tax On Home Loan: એક એપ્રિલથી ઘર ખરીદનારને આંચકો લાગશે, હોમ લોન પર મળતી આ ટેક્સ છૂટનો લાભ નહીં મળે