CBSE Board Exam: સીબીએસઈ બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) શૈક્ષણિક સત્ર 2026-27 થી વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષાઓનું આયોજન કરશે. સીબીએસઈ એક વૈશ્વિક અભ્યાસક્રમ પણ શરૂ કરશે. તેનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે, જેના પર લોકો પાસેથી સૂચનો માંગવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) શૈક્ષણિક સત્ર 2026-27થી વિદેશી વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક અભ્યાસક્રમો રજૂ કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉચ્ચ-સ્તરીય બેઠકમાં CBSE ગ્લોબલ સ્કૂલોની અધિકારીઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. પ્રધાને નવા અભ્યાસક્રમના વિકાસ અને અમલીકરણ માટે જરૂરી યોજનાઓ અને પગલાંઓની ચર્ચા કરી હતી.

બોર્ડ પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવામાં આવશે

અગાઉ 18 ફેબ્રુઆરીના રોજ શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી કે વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષાઓ યોજવા માટેની ડ્રાફ્ટ યોજના ટૂંક સમયમાં જાહેર જનતા સાથે શેર કરવામાં આવશે. તેમણે વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત શિક્ષણ વાતાવરણ બનાવવાના સરકારના ઉદ્દેશ્ય પર ભાર મૂક્યો અને કહ્યું કે પરીક્ષા સુધારા આ લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે મેં શાળા શિક્ષણ સચિવ, CBSE ચેરમેન અને મંત્રાલય અને CBSEના અન્ય અધિકારીઓ સાથે વર્ષમાં બે વાર CBSE પરીક્ષાઓ યોજવા અંગે વિગતવાર ચર્ચા કરી છે. આ ચર્ચાઓમાંથી તૈયાર કરાયેલ ડ્રાફ્ટ પ્લાન ટૂંક સમયમાં CBSE દ્વારા જાહેર પરામર્શ માટે મૂકવામાં આવશે.

10મા-12મા ધોરણની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે.

સીબીએસઈ 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે અને 4 એપ્રિલના રોજ સમાપ્ત થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા તાજેતરમાં પરીક્ષા વિરુદ્ધ પેપર લીક જેવી અફવાઓ ફેલાવવા અંગે નોટિસ જાહેર કરવામાં આવી હતી. બોર્ડે નોટિસ જાહેર કરીને વિદ્યાર્થીઓને આવી અફવાઓ સામે સતર્ક રહેવા જણાવ્યું હતું. સીબીએસઈએ એક નોટિસ જાહેર કરીને કહ્યું છે કે કેટલાક અસામાજિક તત્વો યુટ્યુબ, ફેસબુક, એક્સ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પેપર લીક થવાની અફવાઓ ફેલાવી રહ્યા છે.

CBSE: CBSEએ બોર્ડ પેપર લીકના રિપોર્ટને ગણાવ્યા ફેક, અફવા ફેલાવનારા વિરુદ્ધ કાર્યવાહીના નિર્દેશ


Education Loan Information:

Calculate Education Loan EMI