CBSE term 2 admit card 2022: CBSEની ટર્મ-2 પરીક્ષામાં બેસવા જઇ રહેલા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડે એડમિટ કાર્ડ પોતાની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાહેર કરી દીધા છે. વિદ્યાર્થીઓ પોતાનો રોલ નંબર અને એડમિટ કાર્ડ (CBSE admit card 2022 term 2) ઓનલાઇન ડાઉનલોટ કરી કરે છે. જોકે, વિદ્યાર્થીઓએ તેમાં સ્કૂલ વહીવટીતંત્રની મદદ લેવી પડશે. સ્કૂલના પ્રિન્સિપાલ અથવા હેડ સત્તાવાર વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ (CBSE Class 10 term 2 admit card 2022) ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને સોંપશે. નોંધનીય છે કે સીબીએસઇ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરૂ થશે.


CBSE term 2 admit card 2022: આવી રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ


એડમિટ કાર્ડ (CBSE Class 10, 12 admit card 2022) ડાઉનલોડ કરવા માટે સ્કૂલ વહીવટીતંત્રએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર જવું પડશે અને આ સ્ટેપને ફોલો કરી હૉલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.


cbse.gov.in 2022 પર જાવ.


વેબસાઇટના મેઇન પેજ પર ઇ-પરીક્ષા (e-PAREEKSHA) ટેબ પર ક્લિક કરો અને નવું પેજ ઓપન થશે જ્યાં એડમિટ કાર્ડ (CBSE Class 10th or 12th admit card 2022) માટે આપવામાં આવેલા અલગ અલગ લિંક પર ક્લિક કરો.


બાદમાં સ્કૂલ લોગઇન, પાસવર્ડ, સિક્યોરિટી પિન અને કૈપ્ચા એન્ટર કરો,


હવે સ્ક્રીન પર તમને એડમિટ કાર્ડ જોવા મળશે. તેની પ્રિન્ટ કાઢો અને પ્રિન્સિપાલની સહી લો.


કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર, પારો 44 ડિગ્રીએ પહોંચવાની કરવામાં આવી આગાહી


EPFOએ આપ્યા સારા સમાચાર! હવે ઘરે બેઠા થશે આ મહત્વપૂર્ણ કામ, કરોડો ખાતાધારકોને મળશે ફાયદો


COVID-19 Booster Dose: કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ પહેલા અને પછી આ વાતોનું રાખો ખાસ ધ્યાન


અમદાવાદની સ્કૂલમાં ફરી થઈ કોરોનાની એન્ટ્રી, ધોરણ 2ના વિદ્યાર્થીને લાગ્યો ચેપ


Education Loan Information:

Calculate Education Loan EMI