Central Bank of India Recruitment 2023 Notification: જો તમે 10મું પાસ કર્યું છે અને કોઈ બેન્કમાં નોકરી શોધી રહ્યા છો તો સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા (CBI)માં એક સારી તક મળી રહી છે. કોઈપણ ઉમેદવાર જે સફાઈ કર્મચારી એટલે કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના સબ સ્ટાફની જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તે અધિકૃત વેબસાઈટ centerbankofindia.co.in પર જઈને અરજી કરી શકે છે. આ માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે.
તમે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની આ જગ્યાઓ માટે 9 જાન્યુઆરી, 2024ના રોજ અથવા તે પહેલાં ઓનલાઈન અરજી કરી શકો છો. આ વિશેષ ભરતી હેઠળ સફાઈ કામદારો તરીકે સબ સ્ટાફની કુલ 484 જગ્યાઓ ભરવામાં આવશે. જો તમે પણ આ પોસ્ટ્સ પર નોકરી મેળવવા માંગો છો તો નીચે આપેલી આ બાબતોને ધ્યાનથી વાંચો.
સેન્ટ્રલ બેન્કમાં અરજી કરનારા ઉમેદવારો પાસે આ લાયકાત હોવી જોઈએ
સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની જગ્યાઓ માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 10 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. ઉપરાંત સ્થાનિક ભાષાનું પણ જ્ઞાન હોવું જોઈએ.
સેન્ટ્રલ બેન્કમાં અરજી કરવા માટે વય મર્યાદા કેટલી હશે?
આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 31 માર્ચ, 2023ના રોજ 18 વર્ષથી 26 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત સરકારના નિયમો મુજબ ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવશે.
ફોર્મ માટે અરજી ફી ભરવાની રહેશે
અરજી ફી ઉમેદવારોની શ્રેણીના આધારે બદલાય છે. SC/ST/PWBD/મહિલા ઉમેદવારોએ અરજી ફી તરીકે 175 રૂપિયા(GST સહિત) ચૂકવવા પડશે જ્યારે અન્ય તમામ ઉમેદવારોએ 850 રૂપિયા (GST સહિત) ચૂકવવા પડશે.
સેન્ટ્રલ બેન્ક માટે અન્ય મહત્વપૂર્ણ માહિતી
આ પદો માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષા અને સ્થાનિક ભાષાની પરીક્ષાના આધારે કરવામાં આવશે. આ જગ્યાઓ માટે ઓનલાઈન પરીક્ષા જાન્યુઆરી/ફેબ્રુઆરી 2024 માં નક્કી કરવામાં આવી છે.
Education Loan Information:
Calculate Education Loan EMI