CTET Result 2022: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, CBSE દ્વારા CTET પરીક્ષા 16 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવી હતી. પરીક્ષા કોમ્પ્યુટર આધારિત (ઓનલાઈન) મોડમાં લેવામાં આવી હતી. આ માટે દેશભરના વિવિધ કેન્દ્રોમાં પરીક્ષા યોજવામાં   આવી હતી. જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.


જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર પોતાના રોલ નંબરની મદદથી લોગિન કરીને પરિણામ જોઈ શકે છે. શેડ્યૂલ અનુસાર રિઝલ્ટ 15 ફેબ્રુઆરીએ જાહેર થવાનું હતું પરંતુ તેમ થઈ શક્યું નહોતું અને આજે જાહેર કરાયું છે.


CTETના પેપર-1માં 18,92,276 ઉમેદવારો રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 14,95,511 પરીક્ષામાં હાજર રહ્યા હતા અને તે પૈકી 4,45,467 પાસ થયા છે. જ્યારે પેપર-2માં 16,62,886 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, તે પૈકી 12,78,165 હાજર રહ્યા હતા અને તેમાંથી 2,20,069 પાસ થયા છે.


આ રીતે પરિણામ તપાસો



  • CTET પરિણામ જોવા માટે, સત્તાવાર વેબસાઇટ ctet.nic.in ની મુલાકાત લો.

  • હોમપેજ પર, 'CTET 2021 પરિણામ' લિંક પર ક્લિક કરો.

  • સ્ક્રીન પર એક નવું પેજ દેખાશે.

  • પૂછવામાં આવેલ ઓળખપત્રો દાખલ કરો અને સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.

  • તમારું CTET 2021 પરિણામ સ્ક્રીન પર દેખાશે.


આ પણ વાંચો


NEET UG Age Limit: NEET UG ની પરીક્ષામાં વયમર્યાદા હટાવાઈ, જાણો મોટા સમાચાર


Corona Vaccine: 12 થી 17  વર્ષના બાળકો માટે વધુ એક રસીને DGCIએ આપી મંજૂરી, જાણો વિગત


લેક્સસની NX હાઈબ્રિડ SUV ભારતમાં થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત ને કેવા છે ફીચર્સ


Women's World Cup: વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટરે હવામાં ઉડીને જોન્ટી રોડ્સની જેમ પકડ્યો અદભૂત કેચ, જુઓ વીડિયો


Russia Ukraine War: ‘ચારેબાજુ બોમ્બ-રોકેટ પડવાનો આવતો હતો અવાજ’, પૂર્વ મિસ યુક્રેને વર્ણવી પુત્ર સાથે દેશ છોડવાની કહાની




તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.


Education Loan Information:

Calculate Education Loan EMI