Hindu studies center in DU: દિલ્હી યુનિવર્સિટી (DU) હિંદુ સંસ્કૃતિના વિવિધ પાસાઓ જેમ કે તેની ગતિશીલતા, ઇતિહાસ, ફિલસૂફી અને વિશ્વ દૃષ્ટિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ વર્ષે હિન્દુ અધ્યયન કેન્દ્ર (CHS) શરૂ કરવા જઈ રહી છે. યુનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે 9 જૂને યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. નવું કેન્દ્ર શરૂઆતમાં શૈક્ષણિક સત્ર 2023-24 માટે હિંદુ અભ્યાસમાં અનુસ્નાતક કાર્યક્રમ શરૂ કરશે.
આવતીકાલથી દિલ્હી યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થશે. આ સાથે DU આવતીકાલે તેનું CSAS પોર્ટલ પણ લોન્ચ કરશે. આ વર્ષે ડીયુની લગભગ 65 કોલેજોમાં 70 હજાર અંડરગ્રેજ્યુએટ સીટો પર એડમિશન થવાનું છે. જેના માટે રસ ધરાવતા અને લાયક વિદ્યાર્થીઓ CSAS પોર્ટલ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ વર્ષે CSAS ગ્રેજ્યુએશન અને CSAS પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અલગ-અલગ પોર્ટલ શરૂ કરવામાં આવશે. જ્યારે ગયા વર્ષની જેમ આ વખતે પણ DU કોલેજો કટ-ઓફ લિસ્ટ જાહેર કરશે નહીં.
CUET (Ph.D.) માં હાજર રહેવું આવશ્યક
દિલ્હી યુનિવર્સિટીએ તાજેતરમાં યોજાયેલી બેઠકમાં એક નિર્ણય લીધો હતો. જે મુજબ હવે પીએચડી માટે પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ NTA દ્વારા લેવાતી CUET પરીક્ષામાં હાજર રહેવું પડશે. પીએચ.ડી.માં પ્રવેશ માટે ઉમેદવારોએ CUET (Ph.D.)માં હાજર રહેવું પડશે.
DU કરશે B.Tech
એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે, દિલ્હી યુનિવર્સિટી કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.Tech ડિગ્રી ઓફર કરશે. જેમાં કુલ 360 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેમાં દરેક B.Tech પ્રોગ્રામ માટે 120 વિદ્યાર્થીઓ હશે. પ્રવેશ માટે ઉમેદવારે JEE Mains ની પરીક્ષા આપવી પડશે. પ્રથમ બે સેમેસ્ટર માટે અભ્યાસક્રમ, ક્રેડિટ અને અભ્યાસક્રમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
UGCએ અંડર ગ્રેજ્યૂએટ પ્રૉગ્રામ માટે લૉન્ચ કર્યુ નવુ ફ્રેમવર્ક, ચાર વર્ષમાં મળશે ‘ઓનર્સ’ની ડિગ્રી, વાંચો....
યૂજીસીએ અંડરગ્રેજ્યૂએટ પ્રૉગ્રામ માટે નવી કરીકુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક લૉન્ચ કર્યુ છે, આ કરીકુલમ નેશનલ એજ્યૂકેશન પૉલીસીની ભલામણો પર આધારિત છે, આ અંતર્ગત નિયમોમાં લચીલાપન આવશે અને વિદ્યાર્થીઓને પહેલાથી વધુ સુવિધાઓ મળશે. ગ્રેજ્યૂએશનમાં ક્રેડિટ સિસ્ટમ લાગુ થશે, અને મલ્ટી એન્ટ્રી અને એક્ઝિટના ઓપ્શન પણ ખુલશે, આની સાથે જ એક ડિસિપ્લિનથી બીજામાં જવાની છૂટ પણ આપવામાં આવશે, જાણો નવા ફ્રેમવર્કની ખાસ વાતો.
Education Loan Information:
Calculate Education Loan EMI