નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર કોઈને કોઈ યોજનાના નામે અનેક પ્રકારના સમાચાર અને લિંક્સ વાયરલ થતી રહેતી હોય છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર સર્વ શિક્ષા અભિયાન સાથે જોડાયેલા એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે. આ વાયરલ ન્યૂઝમાં ખાનગી ક્ષેત્રની ઘણી નોકરીઓને લઇને વાત કરવામાં આવી છે.  લોકો આવા વાયરલ ન્યૂઝને સત્ય માની લે છે. જે તેમના માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર એક નકલી વેબસાઈટ www.sarvashiksha.online/index.php વાયરલ થઈ રહી છે. આ વેબસાઈટ સર્વ શિક્ષા અભિયાનની અધિકૃત વેબસાઈટ હોવાનો દાવો કરી રહી છે જે વિવિધ પોસ્ટ માટે નોકરીઓની ઓફર કરે છે.






બેરોજગારોને વિવિધ જગ્યાઓ પર નોકરી આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં આ વેબસાઈટ રજીસ્ટ્રેશન માટે લોકો પાસેથી ફી પણ વસૂલી રહી છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું કે આ મેસેજ ફેક છે. આ વેબસાઇટ સરકાર સાથે જોડાયેલી નથી. અધિકૃત માહિતી માટે મુલાકાત લો: https://samagra.education.gov.in. લોકોને આવા મેસેજથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. ચેક કર્યા વગર આવા મેસેજ ફોરવર્ડ ન કરો.


ફેક ન્યૂઝનો સામનો કરવા માટે  પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB) એ કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિભાગો અને યોજનાઓ વિશેના સમાચારોની ચકાસણી કરવા માટે 'ફેક્ટ ઈન્વેસ્ટિગેશન યુનિટ'ની સ્થાપના કરી છે જેને પીઆઈબી ફેક્ટ્સ કહેવાય છે. તમે PIB ફેક્ટ ચેક ટીમ દ્વારા ચેક કરાયેલા કોઈપણ મેસેજની સત્યતા પણ મેળવી શકો છો. આ અંતર્ગત મીડિયામાં સરકાર અને સરકારી યોજનાઓ સાથે જોડાયેલા સમાચારોની સત્યતા જાણવામાં આવે છે. જો તમારી પાસે પણ કોઈ શંકાસ્પદ સમાચાર હોય તો તમે તેને factcheck.pib.gov.in અથવા whatsapp નંબર +918799711259 અથવા ઈમેલ: pibfactcheck@gmail.com પર મોકલી શકો છો. આ વિશે વધુ માહિતી PIBની વેબસાઇટ pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.


Education Loan Information:

Calculate Education Loan EMI