Academic Calendar 2022-23: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા યુનિ-કોલેજો માટે કોમન એકેડમિક કેલેન્ડર જાહેર  કરવામાં આવ્યું છે. યુજી અને પીજીના પ્રથમ વર્ષના વિદ્યાર્થઓ માટે 23મી જુનથી નવુ શૈક્ષણિક સત્ર શરબ થશે અને તમામ સેમેસ્ટરના -તમામ વર્ષના વિદ્યાર્થીઓ માટે 19 ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે.


પ્રથમ શૈક્ષણિક સત્રમાં કેટલા ટિચિંગ દિવસો રહેશે


યુજી-પીજીના સેમેસ્ટર ત્રણ અને પાંચના વિદ્યાર્થીઓ માટે 15મી જુનથી નવુ શૈક્ષણિક વર્ષ શરૂ થશે. જ્યારે ચાલુ વર્ષે પ્રવેશ લેનારા યુજી-પીજીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે 23મી જૂનથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થશે.  15મી જુનથી 14 ડિસેમ્બર સુધીનું પ્રથમ શૈક્ષણિક સત્ર યુજી-પીજી સેમ.3 અને 5 માટે ગણાશે. જ્યારે આ સત્રમાં ટીચિંગ સહિત કામકાજના 132 દિવસો રહેશે.  દિવાળી વેકેશન 19મી ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધીનું 21 દિવસનું રહેશે.  જીટીયુ સહિતની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની યુનિ.ઓ-કોલેજોમાં દિવાળી વેકેશન સમાન રહેશે.


મેડિકલ, ફાર્મસીના સિવાયના કોર્સ માટે લાગુ પડશે એકેડેમિક કેલેન્ડર


યુનિ.વિભાગ-કોલેજોનું આંતરિક મૂલ્યાંકન  એટલે કે વીકલી ટેસ્ટ-પ્રોજેક્ટ વર્ક -ઈન્ટરનલ પરીક્ષાઓ 9 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.  પ્રથમ સત્ર 14 ડિસેમ્બરે પૂર્ણ થશે અને  યુજી-પીજી સેમ. ચાર તથા છ માટે 15 ડિસેમ્બરથી  બીજુ સત્ર શરૃ થશે. જે 30મી એપ્રિલ સુધીનું રહેશે અને આ સત્રમાં 106 દિવસો શિક્ષણના રહેશે.  બીજા સત્રમાં  ઈન્ટરનલ પરીક્ષાઓ-પ્રોજેક્ટ વર્ક સહિતનું આંતરિક મૂલ્યાંકન 23 માર્ચથી 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. 30 એપ્રિલ 2023ના રોજ બીજુ સત્ર પૂર્ણ થયા બાદ 1 મે 2023થી ઉનાળુ વેકેશન શરૂ થશે અને જે 14 જુન 2023 સુધીનું રહેશે. આગામી વર્ષે 2023માં પણ 15 જુનથી જ નવુ શૈક્ષણિક સત્ર શરૂ થશે. આ એકેડેમિક કેલન્ડરમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઈન્ટરનલ પરીક્ષાઓની તારીખો-શિક્ષણના દિવસો કેટલા રહેશે તે સહિતની કોઈ પણ સ્પષ્ટતા કરવામા આવી નથી. આ કોમન કેલેન્ડર મેડિકલ-ફાર્મસી સિવાયના કોર્સીસ માટે લાગુ રહેશે.


Education Loan Information:

Calculate Education Loan EMI