બોલિવૂડ સિંગર કનિકા કપૂરે બિઝનેસમેન ગૌતમ સાથે લગ્ન કર્યા હતા. લંડનમાં લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થઇ હતી. કનિકા કપૂરના લગ્ન પહેલાની મહેંદી સેરેમની અને અન્ય ઈવેન્ટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.

Continues below advertisement






ઉલ્લેખનીય છે કે કનિકા કપૂરના આ બીજા લગ્ન છે. અગાઉ કનિકાએ NRI Raj Chandok સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી કનિકાને ત્રણ બાળકો છે. જેના નામ અયાના, સમારા અને યુવરાજ છે. સિંગરે 2012 માં તેના પતિથી છૂટાછેડા લીધા અને પછી સંગીતને તેની કારકિર્દી બનાવી  હતી. દસ વર્ષ બાદ કનિકા કપૂર ફરી લગ્નના બંધનમાં બંધાઈ હતી. તે ગૌતમ સાથે તેની બીજી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહી છે.


કનિકા કપૂરના ઇન્સ્ટાગ્રામ ફેન પેજ પર તેના લગ્નનો એક વીડિયો પણ ટ્રેન્ડ થયો છે. જોકે, કનિકાએ હજુ સુધી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નનો ફોટો શેર કર્યા નથી. તાજેતરમાં જ મહેંદી સેરેમનીના ઘણા ફોટા શેર કરવામાં આવ્યા હતા.


Omicron Subvariant BA.4 Case: હૈદરાબાદમાં મળ્યો ભારતનો પહેલો ઓમિક્રૉન બીએ.4 કેસ, જાણો કેટલો છે ખતરનાક


BHAVNAGAR : ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાના બે બનાવોમાં બે વર્ષની બાળકી સહીત ત્રણના મોત


ભ્રષ્ટાચારી IAS કે.રાજેશના ખાસ ગણાતા રફિક મેમણના CBI કોર્ટે એક દિવસના રિમાન્ડ મજૂર કર્યા


IPL 2023: આઇપીએલની આવનારી સીઝનમાં CSK માટે રમશે એમ એસ ધોની? માહીએ આપ્યો જવાબ, જુઓ વિડીયો