IPL 2022: ભારતીય ટેસ્ટ ટીમના ભૂતપૂર્વ વાઇસ-કેપ્ટન અજિંક્ય રહાણેના કાર કલેક્શનમાં વધારો થયો છે. ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ના બાયો બબલમાંથી બહાર આવતા જ રહાણેએ નવી કાર ખરીદી હતી. IPLની આ સિઝનમાં રહાણે કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો હતો. તેની ટીમ હવે પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. રહાણેનું આ સિઝનમાં પ્રદર્શન પણ ખાસ રહ્યું નથી. આ જ કારણ છે કે તેને કેટલીક મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નહોતો.


રહાણેએ BMW કારની સિરીઝ 6 મોડલ ખરીદી છે. તેણે 630i M Sport વેરિયન્ટ ખરીદી છે. રહાણેની આ સ્પોર્ટ કાર વ્હાઇટ રંગની છે. કારની એક્સ-શોરૂમ કિંમત લગભગ 70 લાખ રૂપિયા છે. તે ગયા વર્ષે જ લોન્ચ કરવામાં આવી હતી. નોંધનીય છે કે રહાણે પાસે ઘણી મોંઘી કારનું કલેક્શન છે. તેની પાસે Audi Q5 છે. ઘણા ભારતીય ખેલાડીઓ પાસે BMW ની સિરીઝ 6 કાર છે. ગયા વર્ષે જ પૃથ્વી શૉએ BMW 630i M Sport કાર પણ ખરીદી હતી.


આ સીઝનમાં રહાણેનું ખરાબ પ્રદર્શન રહ્યુ


IPL 2022 પહેલા યોજાયેલી મેગા ઓક્શનમાં રહાણેને કોલકાતા નાઈટ રાઈડર્સે 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ IPL 2021માં તે દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યો હતો. આ સિઝનમાં રહાણેએ KKR માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે બેટિંગ કરી હતી. જોકે, આ સિઝનમાં તે ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. રહાણે આ સીઝનમાં સાત મેચ રમ્યો હતો. દરમિયાન તેણે 19.00ની એવરેજ અને 103.90ની સ્ટ્રાઈક રેટથી 133 રન બનાવ્યા હતા. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 44 રન છે.


Omicron Subvariant BA.4 Case: હૈદરાબાદમાં મળ્યો ભારતનો પહેલો ઓમિક્રૉન બીએ.4 કેસ, જાણો કેટલો છે ખતરનાક


BHAVNAGAR : ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાના બે બનાવોમાં બે વર્ષની બાળકી સહીત ત્રણના મોત


ભ્રષ્ટાચારી IAS કે.રાજેશના ખાસ ગણાતા રફિક મેમણના CBI કોર્ટે એક દિવસના રિમાન્ડ મજૂર કર્યા


IPL 2023: આઇપીએલની આવનારી સીઝનમાં CSK માટે રમશે એમ એસ ધોની? માહીએ આપ્યો જવાબ, જુઓ વિડીયો