જીપીએસસી
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન અથવા જીપીએસસી ગુજરાતમાં વર્ગ-1 અને વર્ગ- તથા આશરે 12 વિભાગોમાં ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષોઓનું આયોજન કરે છે. સીધી ભરતીના કિસ્સામાં પ્રાથમિક કસોટી અને ત્યાર બંધ ઇન્ટરવ્યૂનો સમાવેશ થાય છે. વર્ગ-1 અને વર્ગ-2ના કિસ્સામાં પ્રાથમિક કસોટી, મુખ્ય લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. આયોગ દ્વારા યોજાત પ્રાથમિક કસોટીમાં હેતુલક્ષી પ્રકારની હોય છે અને તેમાં ઓએમઆર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્ય લેખિત પરીક્ષામાં એક કરતાં વધુ પ્રશ્નપત્ર હોય છે અને વર્ણનાત્મક ઢબે લેવામાં આવે છે. જીપીએસજી ભરતી પરીક્ષાનીની તારીખ સહિતની સંપૂર્ણ માહિતી ગુજરાતના મુખ્ય વર્તમાનપત્રમાં પ્રકાશિત કરે છે. આયોગની વેબસાઈટ પર પણ આ અંગેની સંપૂર્ણ માહિતી મળતી હોય છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ
આ મંડળ સરકારના જિલ્લા સ્તરના કર્મચારીઓની ભરતી માટે વિવિધ પરીક્ષાઓનું આયોજન કરે છે. બિનસચિવાલય કલાર્ક, તલાટી, મુખ્યસેવિકા તથા વિવિધ પંચાયત કર્મચારીઓની ભરતી માટે આ મંડળ પરીક્ષાનું આયોજન કરે છે. પરીક્ષાની તારીખ સહિતની માહિતી વિવિધ વર્તમાનપત્રોમાં આપવામાં આવે છે. મંડળની વેબસાઇટ પર તેની માહિતી હોય છે. ઉમેદવારોએ ઓનલાઇન ધોરણે ફોર્મ ભરવા પડે છે અને બીજી તમામ પ્રક્રિયા પણ ઓનલાઇન થાય છે.
શિક્ષકો માટેની સી-ટાટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે. શિક્ષક તરીકે નોકરી કરવા માટે સી-ટાટ (C-TAT) સેન્ટ્રલ ટીચર એલિબિલિટી ટેસ્ટ લેવામાં આવે છે અને તે પરીક્ષમાં પાસ થયેલા ઉમેદવાની શિક્ષક તરીકે સીધી ભરતી થાય છે.
CCC (સી.સી.સી.)
સરકારી નોકરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે CCC (સી.સી.સી.) પરીક્ષા આપવાની હોય છે, સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને CCC (સી.સી.સી.)ની પરીક્ષાના આયોજન તેમજ સંચાલનની કામગીરી સોંપેલી છે. આ પરીક્ષા આપવા માટે યુનિવર્સિટીની વેબસાઇટ ccc.gtu.ac.in દ્વારા ફક્ત ઓનલાઇન રજીસ્ટ્રેશનથી જ ફોર્મ ભરી શકાય છે. આ ટ્રિપલ પ્લસની પણ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષાનું આયોજન સ્પીપામાં થાય છે.
રાજ્ય પોલીસ ભરતી બોર્ડ
રાજ્ય પોલીસ ભરતી બોર્ડ પોલીસ વિભાગમાં વિવિધ જગ્યાઓની ભરતી કરવા માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરે છે. પોલીસમાં લોકરક્ષણ દળ, પોલીસ કોન્સ્ટેબલ અને બીજા હોદ્દા માટે આ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લા મથકો અને તાલુકા મથકોમાં પરીક્ષા લેવામાં આવતી હોય છે. ઉમેદવારોએ આવી પરીક્ષા માટે પણ ઓનલાઇન ફોર્મ ભરવા પડે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI